જોડિયા તાલુકાના વાધા ગામમાં રહેતાં યુવક તેના ઘરેથી વાડીએ જતો હતો તે દરમિયાન એક શખ્સે આંતરીને અપશબ્દો બોલી ‘હવે તમારો નિકાલ કરી નાખવો છે’ તેમ કહી ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના વાધા ગામમાં રહેતો અને ખેતી કરતો ચિરાગ ચંદુલાલ મૈયડ (ઉ.વ.20) નામનો યુવક ગત તા.1 ના રોજ સાંજના સમયે તેના ઘરેથી ખેતરે જતો હતો તે દરમિયાન ગામમાં રહેતા રમેશ ભવાન મૈયડ નામના શખ્સે ચિરાગને ગાળો કાઢી ‘તમારો નિકાલ કરી નાખવો છે અને તમને પતાવી દેવા છે’ તેવી ધમકી આપી હતી ઉપરાંત છ માસ અગાઉ ચિરાગ તેની વાડીએ કપાસમાં નાના ટે્રકટરથી વખેડતા હતાં તે દરમિયાન રમેશે અપશબ્દો બોલી ધમકી આપી હતી. આમ બે-બે વખત પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવ અંગે ચિરાગ દ્વારા જાણ કરાતા હેકો એન.એમ. ભીમાણી તથા સ્ટાફ દ્વારા રમેશ વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.