ગઇકાલે 31 ડિસેમ્બરની જામનગર શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. ત્યારે ન્યુ પર પાર્ટી અંતર્ગત શહેરમાં જામનગર પોલીસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.
જામનગરમાં 2023 ના વર્ષને બાયબાય કરવા તેમજ વર્ષ 2024 ને વેલકમ કરવા માટે લોકોમાં ખૂબ ઉત્સાહ દેખાયો હતો. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ન્યુયર પાર્ટીના આયોજનો પણ થયા હતાં. ત્યારે આ જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના આદેશ અનુસાર જામનગર સીટી એ બી અને સી ડીવીઝન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ તકે વાહનોનું ચેકિંગ, નશીલા તથા કેફી પદાર્થોનું ચેકિંગ, કાળાકાચ, વાહનોના દસ્તાવેજો વગેરે પ્રકારના ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા પોલીસ દ્વારા પાર્ટીમાં જતી મહિલાઓના વાહનો પણ ચેકિંગ કરવામાં આવ્યાં હતાં. આ તકે ડીવાયએસપી જે એન ઝાલા, મહિલા ડીવાયએસપી નયનાબેન તથા પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ કરાયું હતું.