Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ઉદ્યોગનગરમાંથી ડેરી પ્રોડક્ટ બનાવતી ફેકટરીમાંથી લાખોની વીજચોરી ઝડપાઇ

જામનગરના ઉદ્યોગનગરમાંથી ડેરી પ્રોડક્ટ બનાવતી ફેકટરીમાંથી લાખોની વીજચોરી ઝડપાઇ

ચેકિંગ દરમિયાન પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર પાસેના ડી બી બોકસમાંથી 20 મીટર વધારાનો કેબલ ખેંચી ચોરી : પીજીવીસીએલે 30 લાખનું બીલ ફટકાર્યુ

- Advertisement -

જામનગર પીજીવીસીએલના વિભાગ દ્વારા એમ.પી. શાહ ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલી ડેરી પ્રોડકટસ બનાવતી ફેકટરીમાંથી વીજચોરી ઝડપી લીધી હતી અને મધુરમ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાંથી ગેરરીતિ ઝડપી લઇ રૂા.1 લાખ બીલ ફટકાર્યુ હતું.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ જીયૂવીએનએલની આઈ.સી. સ્ક્વોર્ડના નાયબ ઇજનેર એમ. ડી. પટેલ તથા જુનિયર ઈજનેર કે.પી.પીપરોતર અને સાત રસ્તા સબ ડિવિઝનના નાયબ ઇજનેર પી. જી. શાહ સહિતની ટુકડીએ એમ.પી. શાહ ઉદ્યોગ નગરમાં ગોપી ડેરી પ્રોડક્ટ નામની ફેકટરીમાં મોડી રાત્રે પૂર્વ માહિતીના આધારે વિજ ચેકિંગ દરમિયાન પી.જી.વી.સી.એલ.ના ટ્રાન્સફોર્મરના ડીબી બોક્સમાંથી 20 મીટર લાંબો કેબલ ખેંચીને તેને ભૂંગળીમાંથી પસાર કરી, છેક મીટર સુધી લઈ જઈ મીટરને બાયપાસ કરીને વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ખુલતા ટીમે વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી તેમજ રોજકામ, પંચનામુ કરીને મીટર, સર્વિસ વાયર કબજે કરી લેવાયા છે, અને વીજચોરી માં વપરાયેલો વધારાનો કેબલ પણ જપ્ત કરાયો છે. સાથોસાથ સ્થળ પરનું વીજ જોડાણ કટ કરી નાખવામાં આવ્યું છે.

ઉપરોક્ત પેઢીના સંચાલકો સામે વીજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જયારે આસામીને રૂપિયા 30 લાખનું પુરવણી બિલ પણ આપવામાં આવ્યું છે. આ વીજ ચોરીની કાર્યવાહીથી એમ. પી. શાહ ઉદ્યોગ નગરમાં ફફડાટ મચી ગયો હતો. વીજ ચોરી નાબૂદ કરવા તથા વીજ લોસ ઘટાડવાની ઝુંબેશના ભાગ રૂપે, કડક કાર્યવાહી અંતર્ગત આ યુનિટમાં પાવર સપ્લાય કરતું ટ્રાન્સફોર્મર પણ પેટા વિભાગ દ્વારા ઉતારી લેવામાં આવેલ છે.

- Advertisement -

તેમજ જામનગર શહેરના મધુરમ સોસાયટી વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી ગેરરીતિ ઝડપાતા વિમલબા શિવરાજસિંહ ખાચરને રૂા.1,14,601નું બીલ ફટકારવામાં આવ્યું હતું. ત્યારે ચેકિંગમાં આવેલા મીટરની તપાસણી દરમિયાન નિર્મળાબેન અજા નામના ગ્રાહકના મીટરમાં ગેરરીતિ મળી આવતા રૂા.1,08,775નું બીલ ફટકારવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular