Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરતંત્ર બેદરકાર: જામનગરમાં એસ.ટી. બસનું ટાયર પંચર, ટ્રાફિક જામ

તંત્ર બેદરકાર: જામનગરમાં એસ.ટી. બસનું ટાયર પંચર, ટ્રાફિક જામ

- Advertisement -

જામનગર શહેરમાં નવનિર્માણ થઈ રહેલા ઓવરબ્રીજના કારણે ગુરૂદ્વારા ચોકડીથી નાગનાથ જંકશન અને અંબર ચોકડી સુધીનો માર્ગ 21 દિવસ માટે બંધ કરી તે રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યો હોવાનું મહાનગરપાલિકાના કમિશનર ડી એન મોદી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હતું. આ જાહેરનામું અમલમાં આવતા જ હનુમાન ગેઈટ ચોકીથી ગુરૂદ્વારા સર્કલ થઈ લાલ બંગલા અને બીજી તરફ ઈન્દીરા માર્ગ પર તથા રોડ પર દિવસ દરમિયાન સતત ટ્રાફિક જામની કપરી પરિસ્થિતિ સર્જાયેલી રહે છે. ઉપરાંત રસ્તા સાંકળા હોવાને કારણે તથા રોડ પર બંને તરફ અવાર-નવાર કરતા વાહનો વચ્ચે બેરીકેટ કે ડીવાઈડર પણ મૂકવામાં આવ્યા નથી. તેના કારણે શહેરીજનો આ જાહેરનામાથી ત્રાહિમામ થઈ ગયા છે. હાલમાં જ ક્રિસમસનો તહેવાર હોવાથી ચર્ચ વાળા વિસ્તારમાં લોકોની અવર-નવર અનેકગણી વધી જશે જેના કારણે ક્રિસમસના તહેવાર દરમિયાન ટ્રાફિક સમસ્યા ચરમસીમાએ પહોંચી જવાની છે.

- Advertisement -

ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર રસ્તો ડાયવર્ટ કરવાને કારણે તમામ પ્રકારના વાહનો સાઈકલથી લઇને ટ્રક સુધીના આ માર્ગો પરથી પરિવહન કરે છે. જેના કારણે કોઇપણ શહેરીજનને આ રસ્તો પસાર કરવામાં ઓછામાં ઓછી 35 થી 45 મિનિટ જેટલો વેડફવો પડે છે. તો બીજી તરફ ટ્રાફિક પોલીસ વિભાગમાં સ્ટાફ ઓછો હોવાને કારણે સમસ્યા રહે છે તેવું પોલીસ અધિકારીઓ કહે છે પરંતુ તેની સામે ટ્રાફિક બ્રિગેડના જવાનો તેની ફરજ દરમિયાન માત્રને માત્ર મોબાઇલમાં જ રચ્યા પચ્યા રહે છે અને ટ્રાફિક અંગે કોઇપણ ગંભીરતા દાખવતા નથી. તેવો અનુભવ દરેક શહેરીજનને થતો હોય છે. ખરેખર ટ્રાફિક બ્રિગેડના જવાનો તેની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે અને ટ્રાફિક પોલીસને સંપૂર્ણ સહયોગ આપે તો આ ટ્રાફિક જામની સમસ્યા મહદઅંશે હળવી બની જાય તેમ છે.

તેની સામે જામનગરના શહેરીજનોએ પણ સાથે સાથે તંત્રને સહયોગ આપવો જોઇએ અને માર્ગ પર પોલીસની સૂચના મુજબ રોંગસાઈડમાં જવું ન જોઇએ. કેમ કે રોંગસાઈડમાં જવાથી એક સાઈડનો માર્ગ તો બંધ જ હોય છે પરંતુ, અસંખ્ય વાહનો રોંગસાઈડમાં ઉભા રહી જતાં હોય છે જેના કારણે સામેથી આવતા વાહનોને પસાર થવામાં અનેક મુશ્કેલીઓ પડે છે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આજે સવારે જામનગર શહેરના બેડી ગેઈટ વિસ્તારમાંથી પસાર થતી એસ.ટી. બસમાં ટાયરમાં પંચર પડતા બસ ફસાઈ ગઈ હતી. જેના કારણે આ માર્ગ પર રાબેતામુજબ ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઉપરાંત એસ.ટી. તંત્રની ઘોર બેદરકારીના કારણે બસનું ટાયર બદલવામાં ઢીલી નીતિ રાખવામાં આવતા ટ્રાફિક જામ લાંબો સમય સુધી સર્જાયેલો રહ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular