જામનગર શહેરના મયુરનગર વામ્બે આવાસમાં રહેતો અને બકાલુ વેંચવાનો વ્યવસાય કરતો રવિ વાલાભાઈ બારોટ (ઉ.વ.30) નામનો યુવાન ગત તા.10 ના રોજ સવારના સમયે તમ્બોલી ભવન આવાસ પાસેથી કોઇને જાણ કર્યા વગર જતો રહ્યો હતો. યુવાન લાપતા થયા અંગેની તેના ભાઈ અશોક દ્વારા જાણ કરવામાં આવી હતી. જેના આધારે હેકો કે.જે. જાડેજા તથા સ્ટાફે રવિ વાલા બારોટ નામના યુવાન અંગે કોઇ માહિતી મળે તો પોલીસમાં જાણ કરવા જણવાાયું છે.