જામનગર શહેરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી એલસીબીની ટીમે રેઈડ દરમિયાન 95 બોટલ દારૂ સાથે શખ્સને દબોચી લઇ પૂછપરછ આરંભી હતી. જામનગરમાં સાંઢીયા પુલ પાસેથી પસાર થતા શખ્સની તલાસી લેતા દારૂની બોટલ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પરના વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન કલ્પેશ અમૃતલાલ પરમાર નામના શખ્સના મકાનમાં તલાસી લેતા તેમાંથી રૂા.38,000 ની કિંમતની દારૂની 95 બોટલો મળી આવી હતી અને રૂા.500 ની કિંમતનો એક મોબાઇલ મળી આવતા રૂા.38,500 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા દારૂના જથ્થામાં ઈમરાન શેખ નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં સાંઢીયા પુલ પાસેના વિસ્તારમાંથી પસાર થતા ભાયા વિજય સુમત નામના માલધારી શખ્સને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા પોલીસે ભાયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા દારૂ રાજ ધોકીયા નામના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા પોલીસે ભાયાની ધરપકડ કરી રાજની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.