મધ્યપ્રદેશમાં ચાલતી ટ્રેનમાં રેપની ઘટના સામે આવી છે. ટ્રેનના એસી કોચમાં બેસીને પ્રવાસ કરતી એક યુવતી પર યુવકે બાથરૂમમાં જતી વખતે મારપીટ કરતા બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો. પીડિત મહિલાએ સતના જીઆરપીમાં રેપનો રિપોર્ટ નોંધાવ્યો છે. કેસમાં એક આરોપી માણિકપુર નિવાસી કમલેશ સાહૂની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પીડિત યુવતી અને આરોપી ટ્રેનમાં વેન્ડર છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ઘટના રવિવાર (10 ડિસેમ્બર)ની સાંજની છે. કટનીથી ઉચેહરા માટે મેમૂ ટ્રેનમાં યુવતી પ્રવાસ કરી રહી હતી.
આ દરમિયાન જયારે ટ્રેન કટનીથી થોડાક અંતરે પકારિયા સ્ટેશન પર પહોંચી, ત્યારે એસી કોચમાં બેઠેલી યુવતી બાથરૂમ જવા માટે ગઈ. આ દરમિયાન પંકજ કુશવાહા નામનો યુવક ટ્રેનમાં ચડ્યો. આરોપી બાથરૂમનો દરવાજો બંધ કરી યુવતી સાથે મારપીટ કરવા માંડ્યો. એટલું જ નહીં આરોપીએ યુવતી પર બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો. ત્યાર બાદ જેવી ટ્રેન સતના સ્ટેશન પહોંચી યુવતીએ ચિલ્લાવીને બાથરૂમનું ગેટ ખોલાવ્યું. યુવતીએ સતના સ્ટેશન પર જીઆરપી પોલીસને ઘટનાની માહિતી આપી.
ડીએસપી સારિકા પાંડેના જણાવ્યા અનુસાર, ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ એક્શનમાં આવી ત્યાં સુધીમાં ટ્રેન સતના સ્ટેશનથી નીકળી ચૂકી હતી. સતના જીઆરપી પોલીસે સ્ટેશન માસ્ટર સાથે વાત કરી અને ટ્રેનને આગલા સ્ટેશન પર રોકાવી. જીઆરપી અને આરપીએફની ટીમ કૈમા સ્ટેશન પહોંચી, પરંતુ આરોપીએ ડરના માર્યા પોતાને બાથરૂમમાં બંધ કરી દીધા. આ દરમિયાન જીઆરપી પોલીસે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીએ દરવાજો ખોલ્યો નહીં. ટ્રેનનો સમય થઈ ગયો હતો.
આથી, ટ્રેન કૌમા સ્ટેશનથી નીકળી ગયા પછી, રીવા સ્ટેશન પર બાથરૂમનો દરવાજો તોડીને આરોપીને બહાર કાઢીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. હાલ સતના પોલીસે આરોપીને કટની જીઆરપી પોલીસને સોંપી દીધો છે. કટની જીઆરપી પોલીસે આરોપી સામે બળાત્કારનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.