સલાયાના મુસ્લિમ અગ્રણી સીદીક સાલેમામદ સંઘારની માલિકીનું વહાણ અલી મદદ અંદાજિત કેપેસિટી 1300 ટન ઓમાન પાસેના ખસબ બંદરે અકસ્માતે આગ લાગતા બળીને ભસ્મીભૂત થઈ ગયેલ છે. સદનસીબે ખલાસીનો બચાવ થઈ ગયેલ છે. વહાણમાં માલ ભરેલ નહતો. છેલ્લાં ત્રણ દિવસમાં વહાણ અકસ્માતના ત્રણ ત્રણ બનાવ બનતા વહાણવટી સમાજમાં દુ:ખની લાગણી પ્રગટેલ છે.