આજે ભારત રત્ન, બંધારણના ઘડવૈયા ડોકટર ભીમરાવ આંબેડકર નિર્વાણ દિવસ નિમિત્તે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને લલા બંગલા ખાતે ફુલહાર અર્પણ કરવામાં આવ્યાં હતાં.
બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિવસ નિમિત્તે ભાજપા શહેર અનુસૂચિત મોરચા, જામનગર શહેર કોંગે્રસ અને વિરોધ પક્ષના નેતા તેમજ દલિત સમાજના અગ્રણીઓ અને કોંગ્રેસના નગરસેવકો દ્વારા લાલ બંગલો ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવીને પૂષ્પાંજલિ અર્પણ કરીને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ તકે શહેર ભાજપા અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, હિતેનભાઈ ભટ્ટ, અશોકભાઈ નંદા, અનુસૂચિત મોરચાના હરીશભાઈ ચૌહાણ, વિજયભાઈ પરમાર, દિપકભાઈ શ્રીમાળી, મુકેશભાઇ માતંગ, હીરાભાઇ ગોરડિયા સહિતના ભાજપાના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ તેમજ શહેર કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર જેનબબેન ખફી, દલિત સમાજના અગ્રણીઓ અને કોંગે્રસના નગરસેવકો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.