લાલપુર ગામમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા શખ્સને સ્થાનિક પોલીસે રૂા.5720 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. કાલાવડના કૈલાશનગર વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.2150 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો લાલપુર ગામમાં જાહેર રોડ પર વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન અતુલ કાંતિલાલ માખેચા નામના શખ્સને રૂા.720 ની રોકડ રકમ અને રૂા.5000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.5720 ના મુદ્દામાલ કબ્જે કરી કાંતિલાલ નાનજી નાંઢા, ગોવિંદ મુળુ ચાવડા, મેણંદ કારા કંટારિયા, પુંજા લખુ આયડી નામના ચાર શખ્સોના નામ ખુલતા પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો દરોડો, કાલાવડ ગામમાં કૈલાશનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન હરસુખ ભીમજી સાગઠીયા, હુશેન ઈબ્રાહિમ નકાણી, બાબુ ગોબર સાગઠીયા, હમીર ડાયા સાગઠીયા, મનુ જેશા બાબરીયા અને યુસુબ તૈયબઅલી સાદીકોટ નામના છ શખ્સોને રૂા.2150 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.