દેશમાં વિપક્ષો માટે એક મોટો રાજકીય મુદો બની ગયેલી જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાના મુદે હવે કેન્દ્રીય કર્મચારીઓના વિવિધ સંગઠનો મેદાનમાં આવી રહ્યા છે તથા દેશવ્યાપી હડતાલ સહિતના પગલા લેશે જેમાં રેલવે તથા સંરક્ષણ વિભાગના કર્મચારીઓને પણ સાથ મળ્યા છે. 2004થી સરકારે લાગુ કરેલી નવી પેન્શન યોજના સામે લાંબા સમયથી કર્મચારીઓ નારાજ હતા. જેમાં લઘુતમ પેન્શનની કોઈ ગેરન્ટી ન હતી તથા વળતર બજાર આધારીત છે. હાલમાં જ રેલવે તથા રક્ષા મંત્રાલયમાં કામ કરતા લાખો કર્મચારીઓએ આ મુદે સ્ટ્રાઈક-બેલેટ એટલે કે હડતાળ પર જવું કે નહી તે વિષે જણાવ્યું કે સરકાર સ્ટ્રાઈક-બેલેટને ગંભીરતાથી લેશે તેવી આશા છે અને હવે રાજયોના કર્મચારીઓને મતદાન કરાવાયું હતું અને બે દિવસ સુધી આ મતદાન ચાલ્યું હતું.
જેમાં 97% કર્મચારીઓએ જૂની પેન્શન યોજના સહિતના તેમના પ્રશ્નો મુદે હડતાલ પર જવા માટે સંમતી આપી હતી અને હવે તે આધાર પર સરકાર સાથે સીધી વાટાઘાટ કરશે તથા બાદમાં જોઈન્ટ એકશન કમીટી નીમીને ભવિષ્યના કાર્યક્રમો તૈયાર કરાશે. નેશનલ જોઈન્ટ કાઉન્સીલ ઓફ એકશનના સચીવ શિવગોપાલ મિશ્રાએ સીતારામને કહ્યું કે ભારત તેની સામેના જે પડકાર છે તેથી તેની જ ક્ષમતાથી ઉપાડીને હલ કરવા શક્તિમાન છે.