Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલનું તંત્ર ખાડે

જામનગર જિલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલનું તંત્ર ખાડે

શહેરના તથા બહારગામથી આવતાં દર્દીઓને હાલાકી : ડોકટરો મરજી પડે ત્યારે ઓપીડી રૂમ બંધ કરી જતાં રહે છે-જામનગર શહેર કોગ્રેસ સમિતિના મહામંત્રી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

- Advertisement -

જામનગર શહેરમાં સૌરાષ્ટ્રની એક સમયમાં મોટામાં મોટી ગણાતી જી.જી. હોસ્પિટલનું તંત્ર હાલમાં સાવ ખાડે ગયું છે. જેની કોઇ પરવા કરવામાં આવતી નથી. જામનગર જિલ્લામાંથી દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર માટે આવતાં હોય છે. ત્યારે હાલમાં મિશ્રઋતુ હોય, માંદગીની સિઝન છે. ત્યારે ઓપીડીના ડોકટરો મનફાવે ત્યારે રૂમને તાળુ મારીને ચાલી જતાં હોય છે. મરજી પડે ત્યારે આવતાં હોય છે. જે અંગે જામનગર શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

જામનગરમાં શહેરમાં એકમાત્ર સરકારી જી.જી. હોસ્પિટલમાં સમગ્ર જિલ્લામાં દર્દીઓની સારવાર કરાવવા માટે લોકો આવે છે. ત્યારે મેડિસીન વિભાગ રૂમ નં. 20 પુરુષ, એ રૂમ નં. 21 સ્ત્રી દર્દીઓ માટે અલગ તપાસ કરવા માટે રાખેલ છે. આ રુમમાં ડોકટરો મનફાવે તે રીતે ચાલુ ઓપીડીએ રૂમ બંધ કરી ચાલ્યા જાય છે. દર્દીઓની તપાસ કરતા નથી. રૂમની બહાર દર્દીઓનો જમાવડો થતો હોય છે. ઓપીડીના ટામ પહેલા રૂમ બંધ કરી દેવામાં આવે છે. દર્દીઓને નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા મજબૂર થાય છે. હાલમાં મિશ્રઋતુ હોય, શહેરમાં રોગચાળો વધ્યો છે. તેવા સમયે જી.જી. હોસ્પિટલમાં ગંભીર બેદરકારી દર્શાવતી હોય છે અને દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. માટે તુરંત જવાબદાર તબીબોને સૂચના આપી યોગ્ય વ્યવસ્થા કરવા જામનગર શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભરતભાઇ વાળાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને તથા જી.જી. હોસ્પિટલના અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular