દિગ્વિજ્ય સિમેન્ટ કંપનીમાં વરસોથી કામ કરતાં કામદારોને અચાનક છુટા કરી દેવામાં આવતાં એક કામદારને ગુજરાન ચલાવવું મુશ્કેલ જણાતાં ડિપ્રેશનમાં આવતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. જેને લઇ કામદારો દ્વારા આમણાંત ઉપવાસ કરી આંદોલન પર ઉતર્યા છે.
જામનગર દિગ્વિજ્ય ગ્રામમાં આવેલ દિગ્વિજ્ય સિમેન્ટ કંપનીમાં છેલ્લા 15થી 20 વર્ષ જેટલા સમયથી મજૂરી કામ કરતાં કામદારોને અચાનક કોઇપણ જાતની જાણ કે, નોટીસ આપ્યા વિના છુટા કરી દેવામાં આવ્યા હતાં. 113 જેટલા કામદારોને છુટા કરી દેવામાં આવતાં આ અંગે મજૂરના હિતમાં દિલીપભાઇ રાઠોડ આગળ આવ્યા હતાં અને જામનગર કલેકટર તથા જિલ્લા પોલીસ વડાને આ અંગે લેખિતમાં રજૂઆત કરી હતી. તેમ છતાં આ સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો ન હતો. જેના પરિણામે 113 કામદારોમાંથી એક કામદારને ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ જતાં ડિપ્રેશનમાં આવી જતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.
આ કામદારનું મૃત્યુ નિપજતાં ગઇકાલે મજૂર કામદારો દ્વારા સિક્કા ગામમાં આવેલ મુખ્ય માર્ગ પર આવેલા તળાવ ખાતે આમરણાંત ઉપવાસ કરી કંપની સામે આંદોલન છેડયું હતું. કામદારોને છુટા કરી દેવામાં આવતાં કંપની વિરુધ્ધનું આંદોલન ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.