Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સભારત V/S ઓસ્ટ્રેલિયા રવિવારે ફાઇનલ જંગ

ભારત V/S ઓસ્ટ્રેલિયા રવિવારે ફાઇનલ જંગ

પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી શાહ ફાઇનલ જોવા આવશે : ઓસ્ટ્રેલિયાના પીએમ અને ડેપ્યુટી પીએમને પણ મેચ જોવાનું આમંત્રણ : સ્ટેડિયમ પર યોજાશે એર શો : રવિવારે છાવણીમાં ફેરવાઇ જશે અમદાવાદ : પ્રથમ વખત ફાઇનલમાં રમવાનું દક્ષિણ આફ્રિકાનું સ્વપ્ન રોળાયું

- Advertisement -

વર્લ્ડકપ-2023ની બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 3 વિકેટે હાર આપી છે. સાઉથ આફ્રિકાની ટીમ 49.4 ઓવરમાં 212 રને ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 47.2 ઓવરમાં સાત વિકેટે 215 રન ફટકારી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. સાઉથ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે ફટકારેલી સદી એડે ગઈ છે. તો ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગમાં આવેલા ટ્રેવિડ હેડે ફિફ્ટી ફટકારવા ઉપરાંત 2 વિકેટ ઝડપી મહત્વનું યોગદાન આપી ટીમને જીત અપાવી છે.

- Advertisement -

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની 2023ની ફાઈનલ મેચ રમાવાની છે. આ મેચ વધારે યાદગાર બની રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં વડાપ્રધાન મોદી ખાસ હાજર રહેવાના છે. હજુ સુધી વડાપ્રધાનનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આવ્યો નથી પરંતુ આ અંગે અમદાવાદ પોલીસ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવશે. વર્લ્ડકપના આ મહામુકાબલા દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર એર શો યોજાવાનો છે. (અનુ.પાના 6 ઉપર)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular