મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના સરદારપુર તાલુકામાં રહેતા અરવિંદ વેશીયાભાઈ મેળા નામના 15 વર્ષના તરુણને ગત તારીખ 14 ના રોજ ઠંડી અને તાવ જેવી બીમારી રહ્યા બાદ તેને વધુ સારવાર અર્થે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.