Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : BMWના ચાલકે દંપતિ ખંડીત કર્યાના બનાવમાં શું કહે છે ડીવાયએસપી...

Video : BMWના ચાલકે દંપતિ ખંડીત કર્યાના બનાવમાં શું કહે છે ડીવાયએસપી …?

- Advertisement -

જામનગર તાલુકાના નાની બાણુંગાર ગામના પાટીયા તથા રામપરના પાટીયા વચ્ચેના માર્ગ પર બાઈક ઉપર જતા દંપતીને પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવી રહેલી બીએમડબલ્યુ કારના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા પતિનું મોત નિપજતાં દંપતી ખંડિત થયું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રાજપાર્કમાં ગણેશ કોલ્ડ સ્ટોરેજવાળા ઢાળીયા પાસે રમણ પાર્કમાં રહેતાં દિનેશભાઈ દેવરાજભાઈ મકવાણા અને તેમના પત્ની અનિતાબેન નામના દંપતી ગત બુધવારે સાંજના સમયે તેના જીજે-10-બીએચ-1795 નંબરના બાઈક પર રાજકોટ તરફથી જામનગર આવતા હતાં તે દરમિયાન નાની બાણુંગાર ગામના પાટીયા થી રામપર ગામના પાટીયા વચ્ચે પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલી જીજે-10-ડીએન-0007 નંબરની બીએમડલબ્યુ પોસકારના ચાલકે આગળ જતા દંપતીના બાઈકને જોરદાર ઠોકર મારતા દંપતી બાઈક પરથી પડી ગયું હતું અને બાઈકનો બુકડો બોલી ગયો હતો.

- Advertisement -

ઘવાયેલા દિનેશભાઈ દેવરાજભાઈ મકવાણા અને તેમના પત્ની અનિતાબેન દિનેશ મકવાણા નામના દંપતીને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબોએ દિનેશભાઈ મકવાણા નામના યુવાનનું મોત નિપજ્યાનું જણાવ્યું હતું. જ્યારે પત્ની અનિતાબેનને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી જઈ મૃતકના પુત્ર યશ મકવાણાના નિવેદનના આધારે બીએમડબલ્યુ કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ગણતરીના સમયમાં જ દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular