Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના દરેડમાં પશુઆહારની દુકાનમાંથી રોકડ રકમની ચોરી

જામનગરના દરેડમાં પશુઆહારની દુકાનમાંથી રોકડ રકમની ચોરી

સિમેન્ટના પતરા તોડી તસ્કરો દુકાનમાં ત્રાટકયા: ચાવી વડે ખાનુ ખોલી રોકડની ઉઠાંતરી

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ ગામમાં પંચાયત ઓફિસની બાજુમાં આવેલી પશુઆહારની દુકાનના સીમેન્ટના પતરા તોડી તસ્કરોએ પ્રવેશ કરી ટેલબના ખાનામાં રાખેલા રૂા.1,55,000 ની રોકડ રકમ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના હડમતિયા ગામના વતની અને દરેડ ગામમાં પંચાયત ઓફિસની પાસે જય ખોડિયાર એન્ટરપ્રાઈઝ નામની પશુ આહારની દુકાન ચલાવતા દિવ્યેશ કરમશીભાઈ અકબરી નામના યુવાનની દુકાનમાં ગત તા.7 ના રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ દુકાનના છત ઉપર લગાડેલા સીમેન્ટના પતળા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. તેમજ લાકડાના ટેબલના ખાનુ ચાવી વડે ખોલીમાં રાખેલી રૂા.1.55 લાખની રોકડ રકમની ચોરી કરી ગયા હતાં. ચોરીના બનાવની વેપારી દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ વેપારીના નિવેદનના આધારે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular