Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : આઈઓસી દ્વારા પાઈપલાઈન એરિયામાં થતા ચેડા બાબતે માહિતી આપવા અનુરોધ

Video : આઈઓસી દ્વારા પાઈપલાઈન એરિયામાં થતા ચેડા બાબતે માહિતી આપવા અનુરોધ

પાઈપલાઈન સાથે ચેડા, ક્રુડની ચોરી સહિતના બનાવો દુર્ઘનાને આમંત્રણ આપે છે : અદ્યતન ટેકનોલોજી સાથે પાઈપલાઇન એરિયામાં સતત બંદોબસ્ત

- Advertisement -

ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનની જામનગર નજીક ઠેબામાં આવેલ પમ્પ સેન્ટર ખાતે ઓઇલ કંપનીની વિગતો આપવા તેમજ જનજાગૃત્તિ અર્થે પ્રેસ મિડિયા સાથે ગેટ ટુ ગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી) દ્વારા થતી કંપનીની ક્રુડ તેમજ પેટ્રોલ-ડીઝલનું વહન કરતી પાઈપલાઇનની સુરક્ષા માટેની અદ્યતન ટેકનોલોજી અને સતર્કતા તેમજ પાઈપલાઈન સાથે થતા ચેડા સહિતની બાબતો અંગે માહિતી આપવામાં આવી હતી.

- Advertisement -

ઠેબા નજીક આવેલી આઈઓસીની ડેપો ઓફિસમાં યોજાયેલ પત્રકારો સાથેના ગેટ ટુ ગેધર કાર્યક્રમમાં કંપનીના સૂર્યકુમાર યાદવ તથા લલીતકુમાર ઠાકુર દ્વારા સ્લાઈડ પ્રોજેકટસેશન દ્વારા વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આઈઓસી ભૂગર્ભ પાઇપલાઈન મારફતે ઉચ્ચ દબાણ હેઠળ ક્રુડ ઓઇલ તેમજ પેટ્રોલ ડીઝલનું વહન કરે છે. બીજી તરફ કેટલાંક અસામાજિક તત્વો દ્વારા પાઈપલાઈન સાથે ચેડા કરવાના પ્રયાસો કરવામાં આવે છે અને ક્રુડ ઓઇલની ચોરી કરી ગેરકાયદેસર રીતે વેચાણ પણ કરવામાં આવે છે. તેમજ આવા પ્રયાસોથી લીકેજ પણ થાય છે. જેના કારણે વિશાળ આગનું કારણ બની શકે છે. જેને પરિણામે પર્યાવરણને પણ વ્યાપક નુકસાન થઈ શકે છે.

- Advertisement -

પાઈપલાઈનને થતા નુકસાન તથા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી આવી ઘટનાઓને નિષ્ફળ બનાવવા આઈઓસી દ્વારા 24 કલાક તેના પર દેખરેખ રાખવા અદ્યતન ટેકનોલોજી તૈનાત કરી છે. આ ઉપરાંત પાઈપલાઈન સાથે છેડછાડની ઘટનાઓમાં સંડોવાયેલા લોકો વિશે માહિતી આપનારને પુષ્કાર આપવાની યોજના પણ છે. તેમજ આવી ઘટનાઓમાં સંડોવાયેલા સામે બિનજામીનપાત્ર કેસ પણ થાય છે તેમજ આવા ગુનાઓ માટે સખ્ત કેદથી લઇ આજીવન કેદ કે મૃત્યુ સુધીની સજાની પણ જોગવાઈઓ છે. આથી આ અંગે લોકોને જાગૃત રહેવા પણ અપીલ કરાઇ છે.

તેમણે જણાવ્યું હતું કે, પાઇપલાઈનની નજીક 24 કલાક કર્મચારીઓની દેખરેખ પણ રહે છે. તેમજ પાઈપલાઈનની નજીકના વિસ્તારોમાં રહેતાં નાગરિકોને પણ સર્તક રહેવા અને કોઇપણ શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો આ અંગે કંપનીને જાણ કરવા પણ અનુરોધ કરાયો છે. પાઈપલાઈન સાથે ચેડા કે ક્રુડની ચોરી જેવી ઘટનાઓ ગંભીર દુર્ઘટનાને આમંત્રણ આપે છે આથી સતર્કતા ખૂબ જરૂરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular