Monday, December 23, 2024
Homeરાજ્યકલ્યાણપુરના લીંબડી હાઈવે નજીક કાર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત

કલ્યાણપુરના લીંબડી હાઈવે નજીક કાર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત

- Advertisement -

કલ્યાણપુરથી આશરે 27 કિલોમીટર દૂર દ્વારકા-લીંબડી હાઈવે રોડ પર જીજે-06-એલએસ-9716 નંબરની ફોર્ડ એંડોવર મોટરકાર લઈને જઈ રહેલા કલ્યાણપુર તાલુકાના મહાદેવિયા ગામે રહેતા અને ક્ધસ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા સામતભાઈ ધનાભાઈ કરંગીયા (ઉ.વ. 42) ની કાર સાથે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જીજે-10-એક્સ-6431 નંબરના બોલેરો પીકઅપ વાહનના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા કારચાલક સામતભાઈના હાથમાં ઇજાઓ સાથે તેમની મોટરકારના વાહનમાં પણ નોંધપાત્ર નુકસાની થયાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

- Advertisement -

અકસ્માત સર્જી, આરોપીઓ પીકઅપ વાનનો ચાલક પોતાનું વાહન મૂકીને નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ 279, 337, 427 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular