Tuesday, December 24, 2024
Homeરાજ્યસલાયામાં રહેણાંક મકાનમાંથી ઓજારો સહિતના મુદ્દામાલની ચોરી

સલાયામાં રહેણાંક મકાનમાંથી ઓજારો સહિતના મુદ્દામાલની ચોરી

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા અકબરઅલીભાઈ ઓસમાણભાઈ જશરાયા નામના 44 વર્ષના મુસ્લિમ વાઘેર યુવાનના રહેણાંક મકાનમાં ગત તારીખ 24 મી ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે તસ્કરોએ પ્રવેશ કરી, આ મકાનમાં બેડરૂમનો દરવાજો ઉપરથી બંધ કરી દીધો હતો. અહીં સ્ટોર રૂમમાં રાખેલી લોખંડની ડ્રીલ, લોખંડ કાપવાના ગ્રાઈન્ડર, લાકડું કાપવાની ચકરી વિગેરે મળી, કુલ રૂપિયા 10,000 નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ પ્રકરણ અંગે પોલીસ આઈપીસી કલમ 380 તથા 497 મુજબ ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular