Saturday, December 6, 2025
Homeરાજ્યકલ્યાણપુર નજીક એસ.ટી. બસ અને મોટરકાર વચ્ચે ટક્કર

કલ્યાણપુર નજીક એસ.ટી. બસ અને મોટરકાર વચ્ચે ટક્કર

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં રહેતા મુકેશભાઈ માલદેભાઈ પરમાર નામના 42 વર્ષના યુવાન તેમની જીજે-03-એમઈ-2067 નંબરની મોટરકાર લઈને કલ્યાણપુરથી આશરે 16 કિલોમીટર દૂર ભાટિયા ગામથી ખંભાળિયા તરફ જતા રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર આવી રહેલી જી.જે. 18 ઝેડ 8799 નંબરની એસ.ટી. બસના ચાલકે મોટરકાર સાથે અકસ્માત સર્જ્યો હતો.

- Advertisement -

આ અકસ્માતમાં મોટરકારમાં જઈ રહેલા દિવ્યાબેન મુકેશભાઈ પરમાર (ઉ.વ. 22) ને માથામાં હેમરેજ થવા ઉપરાંત કારચાલક મુકેશભાઈ પરમારને પણ શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ થવા પામી હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે એસ.ટી. બસના ચાલક સામે આઈપીસી કલમ 279, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular