દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન મુજબ મેરી માટી મેરા દેશ જેમાં વિરોને વંદન અને આપણી માટીને વંદનના હેતુથી પ્રદેશ કક્ષાએ કર્યુ હતું. જેમાં ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. આપણા વીરોને આ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમમાં તમામ કાર્યકર્તાઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
તમામ વીરો, સૈનિકો, શહીદો તેમજ નાગરિકોના આંગણાની માટી તેમજ એક મુઠી ચોખા લઇને એક અમૃત કળશ યાત્રા યોજવામાં આવી હતી. ત્યારે જામનગર સંસદીય ક્ષેત્રની સાતે સાત વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યોની આગેવાનીમાં આ આયોજન થયું હતું. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતાં. ત્યારે પ્રદેશ કક્ષાએ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળ આ કળશયાત્રા તમામ જિલ્લામાંથી અમદાવાદ ખાતે તમામ ધારાસભ્ય પોતાના કળશ લઇને ભેગા થશે. ત્યારે હાલારની વાત કરીએ તો લગભગ સાડા ત્રણ હજાર જેટલા કાર્યકર્તાઓ અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે પહોંચશે.
ત્યારબાદ આ તમામ જિલ્લાની માટીના કળશ દિલ્હી પહોંચશે જ્યાં કર્તવ્ય પથ પર નરેન્દ્રભાઈ મોદીની આગેવાની અને ઉપસ્થિતિમાં આપણા વીરો અને શહીદોને વંદન કરતી અમૃત વાટીકાનું નિર્માણ થશે. આમ જામનગર શહેર ગ્રામ્ય અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ખૂબ સફળતાપૂર્વક આ કાર્યક્રમ યોજાયા અને લોકો ખૂબ ઉત્સાહથી ધારાસભ્યો સાથે જોડાયા હતાં. ત્યારે અમદાવાદ ખાતે પણ યોજાનાર આ કાર્યક્રમમાં બુથ સ્તરથી પણ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાશે. તેમ સાંસદ પૂનમબેન માડમે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. આ તકે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, દિલીપભાઈ ભોજાણી, શહેર ભાજપા અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા સહિતના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતાં.