જામનગર મહાનગરપાલિકા ખાતે અમૃત કળશ યાત્રાનો રથ મધ્યાહનબાદ પહોંચ્યો હતો, મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત આ અમૃત કળશના રથનું કુમકુમ તિલક કરી મેયર, ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં બાલિકાઓના હસ્તે પૂજન વિધિ કરી કળશ અર્પણ કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગર પાલિકા ખાતે મારી માટી મારો દેશ, માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત અમૃત કળશ યાત્રાના રથનું આગમન થયું હતું, આ રથયાત્રાના આગમન સમયે મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિતના રાજકીય આગેવાનો, જામનગર મનપાના અધિકારીઓએ ઉપસ્થિત રહી બાલિકાઓના હસ્તે અમૃત કળશ યાત્રાના કળશનું કુમકુમ થી તિલક કરી અક્ષતથી વધાવી બે કળશ અમૃત કળશ યાત્રાના રથમાં અર્પણ કર્યા હતા, ત્યારબાદ સર્વે પદાધિકારીઓ, અધિકારીઓ એ મારી માટી મારો દેશ નિમિત્તે શપથ ગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે. મેયર ક્રિષ્ના બેન સોઢા, સ્ટે. કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, આસિ. કમિશનર કોમલ પટેલ, આસિ. કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મલ, સોલિડ વેસ્ટ અધિકારી મુકેશભાઈ વરણવા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, કોર્પોરેટર સુભાષભાઈ જોશી પરાગભાઈ પટેલ, પાર્થભાઈ કોટડીયા , મુકેશભાઈ માતંગ, ડિમ્પલબેન રાવલ , પ્રભાબેન ગોરેચા, હર્ષાબા પી. જાડેજા, જસુબા ઝાલા સહિતના મનપાના કોર્પોરેટરો ધારાસભ્ય રિવાબા જાડેજાના પ્રતિનિધિ, શહેર સંગઠનના કિશન વઢવાણા, જામનગર મહાનગરપાલિકાના અધિકારીગણ, કર્મચારીઓ સહિત બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહી અમૃત કળશ યાત્રા નિમિત્તે કળશ અર્પણ કરી શપથ ગ્રહણ કર્યા હતા.