Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરVideo : જામ્યુકોની સામાન્ય સભામાં પેટા સમિતિઓની રચના

Video : જામ્યુકોની સામાન્ય સભામાં પેટા સમિતિઓની રચના

પદની ફાળવણીઓ બહુ થઇ, હવે પ્રજાહિતના પ્રશ્ર્નોની ચર્ચા માટે સમય ફાળવો : જેનબબેન ખફી

- Advertisement -

ગુરૂવારે યોજાયેલી જામનગર મહાપાલિકાની સામાન્ય સભા માટે જુદી-જુદી ખાસ પેટા સમિતિઓની રચના કરવામાં આવી હતી. જયારે વિપક્ષી સભ્યો જેનબબેન ખફીએ સમિતિઓની રચના સાથે પ્રજાના પ્રશ્ર્નો પર ચર્ચા કરવા સમય ફાળવવા પણ માગણી કરી હતી.

- Advertisement -

મેયર વિનોદભાઇ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સામાન્ય સભામાં જુદી-જુદી પેટા સમિતિઓની રચના કરવામાં આવી હતી. દરેક કમિટીમાં 8-8 સભ્યોની વરણી કરવામાં આવી હતી. દરમ્યાન વિપક્ષી સભ્યો જેનબબેન ખફીએ બોર્ડમાં લોકહિતના પ્રશ્ર્નોની ચર્ચા માટે સમય ફાળવવા દરખાસ્ત કરી હતી. દરખાસ્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય સભામાં માત્ર સમિતિની રચના કરીને બોર્ડ પૂરૂં કરી દેવામાં આવે છે. આ માટે 64 સભ્યોના ભથ્થા સહિતના ખર્ચ ચઢાવવામાં આવે છે. ત્યારે બોર્ડની કાર્યવાહીને માત્ર સમિતિની રચના પૂરતી સિમિત નહીં રાખતા શહેરના મહત્વના પ્રશ્ર્નો જેવા કે, ઢોર અને રઝળહતા શ્ર્વાનનો ત્રાસ, ગંદકી, ઢોરના ડબ્બામાં પશુઓના મોત વગેરે અંગે ચર્ચા કરવા માટે સમય ફાળવવો જોઇએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મહાપાલિકા પરિસરમાં લોકરજૂઆત પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે લોક પ્રતિનિધિઓને લોકોના પ્રશ્ર્નોની રજૂઆત માટે પુરતી તક અને સમય ફાળવવો જોઇએ જેથી લોકોની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. સામાન્ય સભામાં કોલેજ મેનેજમેન્ટ બોર્ડના સભ્યોની નિમણુંક પણ કરવામાં આવી હતી. જયારે ઓફિસર્સ સ્ટાફ સિલેકશન સમિતિના 4 સભ્યોની પણ નિમણુંક કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular