જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતાં અને નોકરી કરતા યુવકે અગમ્ય કારણોસર તેના ઘરે છતના હુંકમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના પીઠડ ગામમાં નવા વણકરવાસ વિસ્તારમાં રહેતો અને નોકરી કરતી પિઠાભાઈ કરમણભાઈ ચૌહાણ (ઉ.વ.21) નામના યુવકે મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે અગમ્યકારણોસર છતના હુંકમાં દુપટ્ટા વડે ટીંગાઈને ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવકને સારવાર માટે જોડિયાની રેફરર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની મૃતકના પિતા કરણભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ આર.એમ જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.