ગત તા.22-10ના રોજ જામનગર સ્થિત કલાતીત હોટેલ માં પેફી જામનગર દ્વારા જિલ્લા કક્ષાની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મીટીંગમાં ગુજરાત પેફીના અધ્યક્ષ પ્રો. ડો. અર્જુનસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમા રમતગમતના વિકાસ અને પાયાની જરૂરીયાતો તથા જામનગરના રમતગમત ક્ષેત્રના વિકાસ માટેના કાર્યોની ચર્ચા કરવામાં આવી અને એક જૂથ થઈને રમતગમત ક્ષેત્રને આગળ વધારવાના સંકલ્પ પ્રો. ડો. અર્જુનસિંહ રાણા દ્વારા લેવામાં આવ્યા અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ને આગળ વધારવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જામનગરના રમતગમત ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધારો થાય તે બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આ તકે જામનગરની પ્રતિષ્ઠિત સ્કૂલોના સંચાલકો, આચાર્યઓ, વ્યાયામ શિક્ષકો,રાજકીય સંગઠનો ના પ્રતિનિધિઓ યોગગુરૂઓ તથા વિવિધ રમતગમત એસોસિએશન તથા રમત પ્રેમીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ મીટીંગ માં ગુજરાત રાજ્યના પૈફીના સચિવ ડો. આકાશ ગોહિલ ખાસ ઉપસ્થિત રહી પેફીના કાર્યક્ષેત્ર અને કાર્યપ્રણાલી વિશે માર્ગદર્શિત કર્યા હતા. આ મિટિંગમાં જામનગરના જુના સંગઠન માળખાને નિષકાશિત કરી નવી માળખા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સમગ્ર મિટીંગનું સફળ સંચાલન ચેતન મોનાણી, દુષ્યતસિંહ ઝાલા તેમજ કમલેશ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.