નવરાત્રિએ માનવદુર્ગાની આરાધનાનો પર્વ છે. નવરાત્રિનું મહત્વ જેટલું ગુજરાતમાં જોવા મળે છે તેટલું જ માતા દુર્ગાના પુજનનું મહત્વ બંગાળી સમાજમાં પણ જોવા મળે છે. ત્યારે જામનગરમાં રહેતા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પુજા માટે દુર્ગા માતાની સ્થાપના કરવામાં આવી હતી.
જામનગરના ચાંદીબજાર ખાતે બંગાળી સમાજ દ્વારા છઠ્ઠા નોરતાથી દુર્ગામાતાની સ્થાપના કરવામાં આવી રહી હતી. છઠ્ઠાથી દસમા દિવસ સુધી રોજે માતાની પુજા અર્ચના આરતી લોકો શ્રદ્ધાથી કરે છે. જ્યારે આજે વિજયાદશમીના દિવસે દુર્ગામાતાનું વિસર્જન કરવામાં આવે છે. આ તકે બંગાળી સમાજના ધર્મપ્રીય લોકો ખૂબ ઉત્સાહથી માતાના વિસર્જનમાં જોડાયા હતાં. અને વાજતે ગાજતે પૂરા સન્માન સાથે દુર્ગામાતાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમ સોનીબજાર દુર્ગાપુજાના પ્રમુખ દિલીપભાઈની યાદીમાં જણાવાયું છે.