Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : રંગતાલી મહોત્સવમાં ખેલૈયાઓ દ્વારા રાસની રમઝટ

Video : રંગતાલી મહોત્સવમાં ખેલૈયાઓ દ્વારા રાસની રમઝટ

- Advertisement -

જામનગરમાં ઈસ્કોન મંદિર નજીક ટવીન્કલ ગાર્ડન એન્ડ રેસ્ટોમાં રંગતાલી મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતાં. વિવિધ મહાનુભાવો પણ આ નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને વિજેતા ખેલૈયાઓની ઈનામનું વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતાં.

- Advertisement -

જામનગર-રાજકોટ હાઈ-વે પર ઈસ્કોન મંદિર નજીક આવેલ ટવીન્કલ ગાર્ડન એન્ડ રેસ્ટોરામાં તા.15 થી તા.24 ઓકટોબર દરમિયાન રંગતાલી મહોત્સવ 2023 નું આયોજન કરાયું છે. મીડિયા પાર્ટનર તરીકે ખબર ગુજરાત આ રંગતાલી મહોત્વમાં રહ્યું હતું. બાબરીયા એન્ટરપ્રાઈઝ, ટવીન્કલ ગાર્ડન એન્ડ રેસ્ટો તથા શિવરાજ આયોજિત આ રંગતાલી મહોત્સવમાં જામનગરનું યુવાધન મન મૂકીને ગરબે ઘૂમ્યુ હતું. ખેલૈયાઓએ અવનવા સ્ટેપ્સ સાથે ગરબી ઘૂમી નવરાત્રિની ઉજવણી કરી હતી. આ નવરાત્રિ મહોત્સવ દરમિયાન મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલશેભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, અગ્રણી ઉદ્યોગપતિ વિપુલભાઈ કોટક, દિનેશભાઈ મારફતીયા, નિરજભાઈ દતાણી, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ નિલેશભાઈ ઉદાણી, અગ્રણી પી.ડી.રાયજાદા સહિતના મહાનુભાવો આ નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને વિજેતા ખેલૈયાઓને ઈનામ વિતરણ પણ કર્યુ હતું. સમગ્ર નવરાત્રિ મહોત્સવનું આયોજન કૃણાલ અનિલભાઈ બાબરીયા, શક્તિસિંહ લાલુભા જાડેજા, મહેશભાઈ ઝાલા, રોનકભાઇ મહેશભાઈ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular