Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોની ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્તારમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લઇ ચેકિંગમાં મોકલાયા

જામ્યુકોની ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્તારમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લઇ ચેકિંગમાં મોકલાયા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા 19 જેટલી પેઢીઓમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. તેમજ વિવિધ વિસ્તારમાંથી 10 જેટલા ખાદ્ય પદાર્થના નમુના લઇ પરીક્ષણ માટે વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના એફએસઓ દ્વારા અલગ અલગ વિસ્તારમાં આવેલ ફાસ્ટ ફૂડ, હોટલ રેસ્ટોરન્ટ, આઈસ ફેકટરીમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં કામદાર કોલોનીમાં આવેલ વિરાજ પનીર માર્ટમાં 60 કિલો ગ્રામ પનીરનું ટ્રોફ, બંસીફૂડ રાજકોટથી આવેલ હોય જે લેબલ વગર હોવાથી પરત મોકલવા તાકીદ કરી હતી. તેમજ આ જ વિસ્તારમાં શિવસાગર ગોડાઉનમાંથી 20 કિલો પેંડા બરફીનો નાશ કરાવાયો હતો. તેમજ ખોડિયાર કોલોનીમાં આવેલ કાનો માલધારી રેસ્ટોરન્ટમાં 20 કિલો અનહાઇજેનિક ખાદ્ય પદાર્થ તથા 58 દિગ્વીજય પ્લોટમાં ઓધવરામ ફરસાણમાંથી 20 કિલો તેલ 25 પીપીએમ ઉપર જણાતા તેનો નાશ કરાયો હતો. તેમજ ગોકુલનગરમાં આવેલ હરીઓમ ફરસાણ એન્ડ સ્વીટમાં પણ 30 કિલો તેલ 25 પીપીએમ ઉપર આવતા નાશ કરાવ્યો હતો.

આ ઉપરાંત ગે્રઇન માર્કેટ વિસ્તારમાં મીલન ટે્રડર્સમાંથી ઘી, કાસ ટે્રડર્સમાંથી ઘી, વિશાલ ટે્રડીંગ કંપનીમાંથી ગાયનું ઘી, હિરેન ટે્રડર્સમાંથી ઘી, લીંડીબજારમાં એનજી ટે્રડર્સમાંથી ભેંસનું ઘી, એચ વી ટ્રેડર્સમાંથી ઘી, સુમેર કલબ રોડ ઉપર શકિતરાજ હોટલમાંથી જલેબી, એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે જોષી ફરસાણ માર્ટમાંથી જલેબી, હિરજી મિસ્ત્રી રોડ પર પુજા સ્વીટ એન્ડ ફરસાણ માર્ટમાંથી ફાફડા તથા 58 દિ.પ્લોટ ન્યુ યાદવ હોટલમાંથી ફાફડાના નમૂના લઇ પરીક્ષણ માટે વડોદરા મોકલવામાં આવ્યાં હતાં.

- Advertisement -

તેમજ હાપા મધુસુદન મસાલા લિમિટેડ (કોલ્ડ સ્ટોરેજ), અમી આઈસ ફેકટરી, શિવમ કોલ્ડ સ્ટોરેજ, સમ્રાટ મશાલા, જેઠવા આઈસ ફેકટરી, અલંકાર ડેરી, 58 દિગ્વીજય પ્લોટમાં ન્યુ યાદવ હોટલ, ગોકુલનગરમાં વિશ્ર્વા ફરસાણ, દેવરાજ નમકીન, ખેતેશ્ર્વર સ્વીટ એન્ડ નમકીન, હિમ્મતનગર રોડ પર સ્નેકસ પોઇન્ટ, હેલ્ધી બાયટ્સ, અંબર સીનેમા રોડ પર યમ્મીસ ફૂડ તથા રેલવે સ્ટેશન રોડ પર ફૌજી પંજાબી ઢાબા સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં સફાઈ જાળવવા ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular