Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયઆઈએનએસ શિવાજી લોનાવાલામાં રાષ્ટ્રીયસ્તરનો નૌસૈનિક એનસીસી તાલીમ કેમ્પ - VIDEO

આઈએનએસ શિવાજી લોનાવાલામાં રાષ્ટ્રીયસ્તરનો નૌસૈનિક એનસીસી તાલીમ કેમ્પ – VIDEO

8 ગુજરાત નેવલ યુનિટ એનસીસીના 4 સહિત ગુજરાત ડાયરેકટરના 36 કેડેટસ સમાવિષ્ટ : 14 ઓકટોબરથી 25 ઓકટોબર 2023 સુધી અગિયાર દિવસીય તાલીમ કેમ્પ

- Advertisement -

એનસીસી ગુજરાત ડાયરેકટર ટીમ તાજેતરમાં આઈએનએસ શિવાજી લોનાવાલામાં 14 ઓકટોબર થી 25 ઓકટોબર 2023 સુધી આયોજિત ઓલ ઈન્ડિયા નૌસૈનિક કેમ્પ – 2023 (AINSC-2023) માં ભાગ લઇ રહી છે. જામનગરના આઠ ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા કપરી તાલીમ આપ્યા બાદ સમગ્ર ગુજરાતના નેવી વીંગના કેડેટ્સમાંથી કુલ 36 કેડેટસની પસંદગી કરવામાં આવી છે. જેમાં સિનીયર ડીવીઝન (બોયઝ)ના 24 કેડેટ્સ છે અને સિનિયર વીંગ (ગર્લ્સ)ના 12 કેડેટસ છે. આ 36 કેડેટ્સમાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી જામનગરના બે સિનિયર ડીવીઝન અને બે સિનિયર વીંગ્સ કેડેટ્સનો પણ સમાવેશ થયો છે.

- Advertisement -

આ રાષ્ટ્રીય સ્તરના એનસીસી નૌસૈનિક કેમ્પ કેડેટ્સને ભાગ લેવા મળે તે માટે ખૂબ ગૌરવ અને કઠીન પરિશ્રમની અવિરત સફર હોય છે. આ કેમ્પમાં ભારતીય નૌસૈનાને સંબંધિત વિષયો જેવા કે નેવીગેશન, શીપ મોડેલીંગ, બોટપુલીંગ, શીપના પ્રકારો અને ખાસિયતો, નેવલ ઓરીએન્ટેશન વગેરે કારકિર્દીલક્ષી ખૂબ ઉપયોગી માહિતી સહિત પરેડ, વેપન ટ્રેનીંગ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની રોમાંચક પળોમાં સામેલ યુવાનો દુર્લભ અવસર પણ મળે છે.

- Advertisement -

આ AINSC-2023 માં ભાગ લેવા માટે ગુજરાતભરના એનસીસી કેડેટ્સમાંથી સર્વાંગી સક્ષમ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ ખૂબ રસપ્રદ હોય છે. જેમાં કેડેટ્સને ત્રણ તાલીમ કેમ્પના કઠીન પરિક્ષણમાંથી પસાર થવું પડે છે. આ માટે જામનરમાં 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટ દ્વારા PRE NSC-I (પૂર્વ નૌસૈનિક કેમ્પ) અને LAUNCH CAMP એમ ત્રણ કેમ્પ આયોજિત કરવામાં આવ્યા હતાં.

આ ત્રણેય કેમ્પમાં જામનગર એનસીસી ગ્રુપ હેડકવાર્ટરના ગુ્રપ કમાન્ડર કર્નલ એચ કે સિંઘના માર્ગદર્શન તથા કેમ્પ કમાન્ડર લેફટનન્ટ કમાન્ડર ઈન્દરજીતસિંઘ ચૌહાણ સતત નિરીક્ષણ હેઠળ યુનિટના 13 પીઆઈ સ્ટાફ તથા એસોસિએટ એનસીસી ઓફિસર અને કેર ટેકર ઓફિસર દ્વારા કેડેટ્સને વિવિધ તાલીમ આપવામાં આવી હતી.

- Advertisement -

આ તાલીમમાં બોટપુલીંગ, ફાયરીંગ/વેપન ટે્રનીંગ, સીમેનશીપ, સ્વીમીંગ, ટેન્ટ પીચીંગ, સર્વિસ સબ્જેકટ કલાસીસ, ડ્રીલ પ્રેકટીસ, શીપ મોડેલીંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular