Thursday, November 21, 2024
Homeસ્પોર્ટ્સવિશ્વકપમાં ભારત અજેય

વિશ્વકપમાં ભારત અજેય

બાંગ્લાદેશને હરાવી સતત ચોથો વિજય : વિરાટ કોહલીની 48મી સદી : ગીલની અડધી સદી : જાડેજાની ધારદાર બોલિંગ

- Advertisement -

વર્લ્ડકપ-2023માં ભારતે સતત ચોથો વિજય મેળવ્યો છે. પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહેલી વર્લ્ડકપ-2023ની 17મી મેચમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. બાંગ્લાદેશની ટીમે નિર્ધારીત 50 ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમે 41.3 ઓવરમાં 3 વિકેટે 261 રન બનાવી બાંગ્લાદેશ સામે ભવ્ય વિજય મેળવ્યો છે. આજની મેચમાં વિરાટ કોહલીએ દમદાર પ્રદર્શન કરી સદી ફટકારી છે, તો ઓપનિંગમાં આવેલા શુભમન ગીલે ફિફ્ટી ફટકારી છે. આ અગાઉ બાંગ્લાદેશના કેપ્ટને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમોએ આજની મેચ સહિત અત્યાર સુધીમાં 4-4 મેચ રમી છે, જેમાં ભારતે ચારેય મેચમાં જીત મેળવી છે, જયારે બાંગ્લાદેશે માત્ર એક મેચ જીતી છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 511 મેચની 567 ઇનિંગ્સમાં 26,026 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 78 સદી અને 134 ફિફ્ટી ફટકારી છે. આ સાથે કોહલીએ તેના કરિયરમાં 7 બેવડી સદી પણ ફટકારી છે. કોહલી 26,000 રનના આંકડાને આજે પાર કરી લીધો છે. સચિન તેંડુલકરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 601 ઇનિંગ્સમાં 26,000 રન પૂરા કર્યા હતા. ભારત તરફથી વિરાટ કોહલીએ 97 બોલમાં 6 ફોર અને 4 સિક્સ સાથે અણનમ 103 રન કર્યા છેે.

- Advertisement -

જ્યારે કે.એલ.રાહુલે 34 બોલમાં 3 ફોર અને 1 સિક્સ સાથે અણનમ 34 રન ફટકાર્યા છે. રોહિત શર્માએ 48 રન, શુભમન ગીલે 53 રન, જ્યારે શ્રેયસ ઐય્યરે 19 રન કર્યા છે. બોલિંગની વાત કરીએ તો જસપ્રિત બુમરાહ, મોહમ્મ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી છે, જ્યારે શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે 1-1 વિકેટ ખેરવી છે. બાંગ્લાદેશ તરફથી લિટન દાસે 82 બોલમાં 7 ફોર સાથે 66 રન, જ્યારે તંજીદ તમીમે 43 બોલમાં 5 ફોર અને 3 સિક્સ સાથે 51 રન ફટકાર્યા છે. જ્યારે મહેંદી હસન મિર્જાએ 2 વિકેટ અને હસન મહમુદે 1 વિકેટ ખેરવી છે.

ભારત સામે બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશના નિયમિત કેપ્ટન શાકિબ અલ હસન અનફિટ હોવાથી મેચ રમી શક્યો ન હતો, જોકે તેની જગ્યાએ નઝમુલ હસન શાંતો ટીમની કેપ્ટનશીપ નિભાવી હતી. ભારતની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નહતો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજની મેચ સહિત અત્યાર સુધીમાં કુલ 41 વનડે મેચ રમાઈ છે જેમાં ભારતે 32 અને બાંગ્લાદેશે 8 મેચ જીતી છે જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. ભારતે તેની છેલ્લી 6 વનડેમાં 4 મેચમાં જીત મેળવી છે જ્યારે બાંગ્લાદેશે 6માંથી એક મેચમાં જ જીત મેળવી શકી છે, 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular