Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરઅંધશ્રઘ્ધામાં ભાઇ-બહેને મળી સગી નાની બહેનની સાથે કેવી ક્રુરતા આચરી....

અંધશ્રઘ્ધામાં ભાઇ-બહેને મળી સગી નાની બહેનની સાથે કેવી ક્રુરતા આચરી….

ધ્રોલ તાલુકાના હજામચોરા ગામની સીમમાં બનાવ : હથિયારના ઘા ઝિકી દિવાલમાં માથા પછાડીયા

- Advertisement -

ધ્રોલ તાલુકાના હજામચોરાની સીમમાં રહેતા પરિવારના ભાઇ-બહેને મળીને નાની બહેનને ધાર્મિક વિધિના નામે નિર્વસ્ત્ર કરી તિક્ષણ હથિયારોના ઘા ઝિકી નિર્મમ હત્યા નિપજાવ્યાના બનાવના કારણે હાહાકાર મચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -

અરેરાટીજનક બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના હજામચોરા ગામના સીમ વિસ્તારમાં રહેતા એક પરિવારના સગા ભાઈ-બહેનને અંધશ્રદ્ધામાં અંધ બની તેની જ સગી નાની બહેનને ધાર્મિક વિધિના નામે ખેતરની ઓરડીમાં લઈ જઈ માતાજીના પાઠના નામે નિર્વસ્ત્ર કરી તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા ઝીંકી અને દિવાલમાં માથા પછાડી લોહી લુહાણ કરી ક્રૂર હત્યા નીપજાવી હતી. અંધશ્રદ્ધાની આડમાં ભાઈ બહેનને મળીને 15 વર્ષની સગી નાની બહેનની ક્રૂર હત્યા નીપજાવ્યા બનાવતી પંથકમાં હાહાકાર મચી ગયો હતો. હત્યાના બનાવની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. અને સ્થળ પરથી લોહી લુહાણ હાલતમાં ક્રૂર રીતે હત્યા નીપજાવેલ બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી મૃતક બાળકીના માતા-પિતાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular