Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : સરગમ નવરાત્રિ તથા પટેલ યુવક ગરબી મંડળમાં રાસની રમઝટ

Video : સરગમ નવરાત્રિ તથા પટેલ યુવક ગરબી મંડળમાં રાસની રમઝટ

સ્વામિનારાયણ સંપ્રદાયના ચતુભુર્જ દાસ સ્વામી તથા પત્રકાર મંડળના હોદેદારો સહિતના દ્વારા દિપ પ્રાગટ્ય :પટેલ યુવક ગરબી મંડળમાં સળગતા અંગારા વચ્ચે મશાલ રાસ

- Advertisement -

જામનગરમાં લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સરગમ નવરાત્રિ મહોત્સવમાં ગઇકાલે નવરાત્રિના પ્રથમ નોરતે ફિલ્મ અભિનેતા આયુષ્માન ખુરાનાએ આકર્ષણ જગાવ્યું હતું. આ ઉપરાંત જામનગરના પત્રકારો તથા સ્વામિનારાયણ સંપ્રદાયના ચત્રભૂજ સ્વામીના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.

- Advertisement -

યુવાનો અને યુવતિઓમાં વિકાસ થતાં વ્યકિતત્વ વિકાસ માટે પ્રગતિશીલ સંસ્થા લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્ારા વિવિધ સેવા પ્રવૃતિઓની સાથે-સાથે આપણા સાંસ્કૃતિક વારસાના જતનને ધ્યાનમાં રાખી ગુજરાતની આગવી ઓળખ સમાન રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તા. 15 થી 24 ઓકટોબર દરમ્યાન સરગમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 160 જેટલી બાળાઓ દ્વારા માઁ જગદંબાની આરાધના કરશે. જેમાં 28થી વધુ રાસ ગરબાઓ તૈયાર કરાયા છે.

- Advertisement -

ગઇકાલે પ્રથમ નોરતે સરગમ નવરાત્રિ મહોત્સવમાં હાલારના સાંસદ પૂનમબેન માડમ સાથે સુપ્રસિધ્ધ ફિલ્મ અભિનેતા આયુષ્યમાન ખુરાના ઉપસ્થિત રહયા હતા. આ સરગમ નવરાત્રિ મહોત્સવમાં જામનગરની જનતા માટે વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવ્યો છે. જેથી જામનગરની જનતા આ પ્રાચિન નવરાત્રિ નિહાળી શકે. ગઇકાલે પ્રથમ નોરતે જામનગર સ્વામી નારાયણ સંપ્રદાયના ચર્તુભજ સ્વામી તથા જામનગર પત્રકાર મંડળના હોદેદારો અને પત્રકારોના હસ્તે દિપ પ્રાગટય કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બાળાઓએ કીડીબાઇની જાન, શ્રીકૃષ્ણનો રાસ સહિતના અનેકવિધ અદભૂત રાસ રજૂ કર્યા હતા.

જામનગર શહેરમાં નવરાત્રિના પ્રારંભ સાથે આદ્યશકિતની આરાધનના પર્વની ભકિતભાવપૂર્વક ઉજવણી થઇ રહી છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં પ્રાચિન ગરબીની જમાવટ જામી છે. જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં પટેલ યુવક ગરબી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગઇકાલે નવરાત્રિના પ્રથમ નોરતે યુવકો દ્વારા તલવાર રાસ તથા મશાલ રાસ અને સળગતા અંગારાનો અદભુત રાસ રજૂ કર્યો હતો. જેને નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતા. અહીં યોજાતા આ રાસ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. રાત્રિના સમયે સળગતા અંગારા વચ્ચે યોજાતો મસાલ રાસ અદભૂત લાગે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular