શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનથી જામનગર ગાયત્રી શક્તિપીઠ ખાતે અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે. જેમાં સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, પર્યાવરણલક્ષી, વ્યસન મુક્તિ, સંસ્કાર કેન્દ્રો, ગર્ભ સંસ્કાર, દહેજ ઉત્મોદન વગેરે જેવા અનેક કાર્યક્રમો સમગ્ર વર્ષ દરમિયાન ઉજવાય છે. ત્યારે આજે શ્રાધ્ધનો છેલ્લો દિવસ અને સર્વે પિતૃમોક્ષનો દિવસ હોય ત્યારે પિતૃ તર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં આશરે 150 જેટલા લોકોએ ભાગ લીધો હતો. જેમાં મોસાળ પક્ષ, શ્ર્વસુરપક્ષ, ગુરુજનો, સ્નેહીજનોનો સાત પેઢી સુધી નાનુ પીંડદાન તેમજ જલાંજલિ કરવામાં આવે છ. શાસ્ત્રોમં કહેવાય છે કે, પિતૃઓને પ્રસનન કરવાથી આપણું જીવન સરળ બને છે અને તેમના આશિર્વાદ સહાય મળે છે. જે નિમિત્તે આજે સર્વે પિતૃ શ્રાધ્ધના દિવસે તમામે પિંડદાન કરીને સર્વે પિતૃ તર્પણમાં જોડાયા હતાં.