જામનગર જિલ્લાના એ.પી.એમ.સી. જોડિયા ખાતે ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ 2023 અંતર્ગત જિલ્લા પંચાયત સદસ્ય તથા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાના અધ્યક્ષ સ્થાને કૃષિ મેળાનું આયોજન કરાયું હતું.જેમાં વિવિધ મિલેટ્સમાંથી બનતી વાનગીઓના સ્ટોલ, કૃષિ, બાગાયત, આત્મા, પશુપાલન, આરોગ્ય, આઈ.સી.ડી.એસ, પોસ્ટલ બેન્ક, એસબીઆઈ બેન્ક, પ્રાકૃતિક કૃષિના ખેડૂત તથા પ્રગતિશીલ ખેડૂતનો સ્ટોલ, જી.એ.ટી.એલ.સહીત કૃષિ પ્રદર્શનના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોના હસ્તે જોડિયા તાલુકાના પમ્પ સેટ ઘટકના ચૂકવણા હુકમ તથા સોલાર પાવર યુનિટ યોજના અંતર્ગત પૂર્વ મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત કૃષિ વૈજ્ઞાનિક કે.પી.બારિયાએ પોષણ તત્વોથી ભરપૂર હલકા ધાન્ય પાકોના ઉત્તમ ગુણો વિશે અને દૈનિક આહારમાં તેના મહત્વ વિશે ઉપસ્થિત સૌને માર્ગદર્શન પુરૂ પાડયુ હતું અને રોજીંદા જીવનમાં આ ધાન્ય પાકોને ઉપયોગમાં લેવા આહવાન કર્યું હતુ.અને પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન આપ્યું હતુ.
કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન જીવનસંગભાઈ પરમાર, વાઈસ ચેરમેન રાજુભાઇ મકવાણા,તાલુકા પંચાયત ઉપપ્રમુખ મંગાભાઈ ધ્રાંગિયા, કેવીકે જામનગરના કૃષિ વૈજ્ઞાનિક કે.પી.બારિયા, બાજરા સંશોધન કેન્દ્ર જામનગરના કૃષિ વૈજ્ઞાનિક કેશુભાઈ ઢેઢી, જિલ્લા ખેતિવાડી અધિકારી ગોહિલ, નાયબ ખેતી નીયામક તાલીમ આગઠ, તાલુકા વિકાસ અધિકારી કુ.એમ.કે.પટેલ, મામલતદાર ગોહિલ સહિત બહોળી સંખ્યામા ખેડૂતો ઉપસ્થિત રહ્યા.