Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરખંભાળિયામાં ખેડૂત આપઘાત પ્રકરણમાં એસ.આઈ.ટી.ની રચના

ખંભાળિયામાં ખેડૂત આપઘાત પ્રકરણમાં એસ.આઈ.ટી.ની રચના

ઉચ્ચ અધિકારીઓ કરશે સઘન તપાસ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા અને ખેત વ્યવસાય તેમજ ખેતપેદાશના કમિશન એજન્ટ તરીકે કામ કરતા ભાયાભાઈ ચાવડા નામના આહિર આધેડે આર્થિક સંકળામણમાં આવી અને ગત તારીખ 3 ના રોજ ઝેરી ટીકડા ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ બનવા પામ્યો હતો.

- Advertisement -

આ બનાવના અનુસંધાને પડેલા ઘેરા પ્રત્યાઘાતો તેમજ મૃતકના પુત્રીની ફરિયાદ અને રજૂઆતોને ધ્યાને લઈ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા આ ગંભીર બનાવની ઊંડાણપૂર્વકની તપાસ અર્થે તાકીદની અસરથી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસ.આઈ.ટી.)ની રચના કરવામાં આવી છે. આ ટીમમાં ડી.વાય.એસ.પી. કક્ષાના અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ પી.આઈ. કક્ષાના અધિકારીઓ વિવિધ દિશાઓમાં તપાસ કરશે.

આટલું જ નહીં, આ પ્રકરણમાં ખાસ સરકારી વકીલની નિમણૂક માટે પણ કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાયાભાઈ ચાવડાની આત્મહત્યા પ્રકરણમાં પોલીસ દ્વારા પ્રથમ ચરણમાં ઝડપાયેલા ત્રણ આરોપીઓને ચાર દિવસના જ્યારે આજરોજ અન્ય એક આરોપીને ઝડપી લઈ, બે દિવસના રિમાન્ડ પર લીધા છે. આ પ્રકરણમાં હજુ પણ ત્રણ આરોપીઓની અટકાયત બાકી હોય, અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પી.આઈ. યુ.કે. મકવા તેમજ સ્ટાફ દ્વારા જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular