જામનગરમાં ‘બાલરાસ – એક ગરબાની રાત’ કાર્યક્રમનું સુંદર આયોજન થઇ રહ્યું છે. સુમેર ક્લબમાં તારીખ 12 ઓક્ટોબર ના રોજ આ કાર્યક્રમ થનાર છે.
જામનગરમાં કદાચ પ્રથમ વખત બાળકોને જ ધ્યાને રાખી ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. આ સાથે ત્યાં મહાઆરતી, બાળકો માટે અલગ-અલગ એક્ટીવીટી તેમજ ફૂડ સ્ટોલની પણ સુવિધા રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમનું મીડિયા પાર્ટનર ખબર ગુજરાત છે તેમજ સમગ્ર કાર્યક્રમનું હોસ્ટીંગ જાણીતા એન્કર નિશી નથવાણી કાનાણી દ્વારા કરવામાં આવનાર છે અને સુંદર ડેકોરેશનની કામગીરી હેપીટેરીયા(Happiteria) દ્વારા કરવામાં આવેલ છે. કાર્યક્રમના આયોજકો અમી ભગદે, ભૂમિ વિઠલાણી અને નમ્રતા ખટ્ટર સાથે ખબર ગુજરાતની એક્સક્લુઝિવ વાતચીત દરમ્યાન તેઓએ કહ્યું હતું કે જામનગરવાસીઓ નો તેમને ખુબજ સારો પ્રતિસાદ મળ્યો છે અને કાર્યક્રમના તમામ પાસ સોલ્ડઆઉટ થઇ ચુક્યા છે, તેઓ આવતા વખતે આનાથી પણ મોટા સ્કેલ પર ઇવેન્ટ પ્લાન કરશે જેથી જામનગર ના વધુમાં વધુ લોકો તેમાં જોડાઈ શકે.