Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં યુગંધરા-નારી શકિત સંમેલન યોજાયું

Video : જામનગરમાં યુગંધરા-નારી શકિત સંમેલન યોજાયું

સમગ્ર જિલ્લામાંથી 950 જેટલા બહેનો જોડાયા : નારી સંમેલન સમિતિની 30 થી વધુ બહેનોએ સંપર્કોે, બેઠકોની મહેનત દ્વારા કાર્યક્રમ સફળ બનાવ્યો

- Advertisement -

શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ તથા મહિલા સમન્વય જામનગર જિલ્લા દ્વારા યુગંધરા – નારી શક્તિ સંમેલનનું જામનગર ખાતે આયોજન થયું. જેમાં જામનગર જિલ્લાના વિવિધ ક્ષેત્ર અને આયુ ગટના અંદાજિત 950 જેટલા ઉત્સાહી બહેનો જોડાયા હતા અને આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અનેક અગ્રણી મહિલાઓ કાર્યમાં જોડાયા હતા.

- Advertisement -

ડો નંદીની બેન દેસાઈ – ડીન એમ પી શાહ મેડિકલ કોલેજ, ઉર્મિબેન પાંવ, ડો. દિપ્તીબેન વ્યાસ, ડો. સ્નેહલ બેન કોટક પલાણ, હીરાબેન તન્ના, મોનાબેન શેઠ, આશાબેન પટેલ, ઉસ્મિતબેન ભટ્ટ, ડો. સ્વાતિ બેન મહેતા, ડો. ચેતનાબેન ભેંસદળિયા, દર્શનાબેન પંડ્યા સ્વાગત સમિતિમાં જોડાયા હતા. નારી સંમેલન સમિતિની 30 થી વધુ બહેનોએ અનેક દિવસોની મહેનત, સંપર્કો, બેઠકો દ્વારા આ કાર્યક્રમ સુપેરે પાર પાડ્યો હતો.

- Advertisement -

કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા પ્રદર્શનીના ઉદઘાટન, દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આ પ્રદર્શની માં નારી રત્નો ના જીવન કાર્ય ફોટા સાથે વિવરણ મુકેલ હતા જેનાથી સમાજ જીવન માં નારીઓને પ્રેરણા મળે તે ઉદ્દેશ સાર્થક થયો હતો.

ઉદઘાટન સત્ર માં વક્તા પદ્મજા બેન અભ્યંકર દ્વારા ભારતીય ચિંતન માં મહિલાઓ નું સ્થાન વિશે વિસ્તૃત વાત કરેલ, ભારતીય જીવન માં વેદો ની ચિંતન, સ્ત્રી પુરુષ ની ભૂમિકા, એકત્વ, ભગવાન નું અર્ધ નારિશ્વર રૂપ, સર્વ માં એક સરખું બ્રહ્મત્વ, શક્તિપીઠો, યોગ યજ્ઞ માં સ્ત્રી પુરુષ નું એક સાથ સ્થાન, પરશુરામજીના માતા રેણુકા જી નું સૌથી પહલા કુષ્ઠ રોગના દર્દીઓ માટેની આજીવન સેવા, અહલ્યા, અરુંધતી, સાવિત્રી, રાણી લક્ષ્મીબાઈ ની વીરતા, બુદ્ધ વિચારને સમાજમાં લઇ જનાર ગૌતમી, યશોધરા પ્રચારિકાઓ, જીજાબાઇનું યોગદાન. ઇશ્વર દ્વારા સ્ત્રીઓ ને અપાયેલ વિશેષ સ્થાન અને શક્તિ, માતૃત્વ ની શક્તિ, અબલા એટલે કે વિશેષ બળ વાળી નહિ કે નિર્બળ જેવા વિષયો ને સુંદર રીતે રજૂ કરી ને મહિલાઓ ના આત્મ વિશ્વાસ નો વધારો કર્યો હતો.

- Advertisement -

ચર્ચા સત્ર માં ઉમર પ્રમાણે ના અનેક ચર્ચા ગટ બનાવીને સમાજ જીવન માં વિશેષ સ્થાન ધરાવતા સમિતિ ના કાર્યકર બહેનો દ્વારા ઉંમર પ્રમાણે મહિલાઓ ને જીવન ને સ્પર્શતા અનેક વિષયો જેવા કે સુરક્ષા, સ્વાસ્થ્ય, શિક્ષણ, પરિવાર, સમાજ, ધર્મ, સોશ્યલ મીડિયા, વર્તમાન સ્થતિ, સોશ્યલ મીડિયા ના ઉપયોગ અને સાવધાની વગેરે વિષયો પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં દરેક સમૂહ માથી અનેક બહેનો સે ચર્ચામાં ભાગ લઈ સમસ્યાઓ અને તેના સમાધાન માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

સમાપન સત્રમાં ડો. આરતીબેન ઓઝા દ્વારા ભારતના વિકાસ માં મહિલાઓ ની કેવી ભૂમિકા રહી છે ને હાલ શું ભૂમિકા છે તે અંગે વિસ્તૃત રજૂઆત કરેલ જેમાં હાલ ભારતીય પરિવારો, સ્ત્રીઓની સ્થિતિ, માનસિકતા, સમાજ અને રાજકીય સ્થાન, મહિલા આરક્ષણ, સમાજમાં બનતી અઘટિત ઘટનાઓ અંગે જાગૃતિ, ભારતીય ઇતિહાસ અને શાસ્ત્રમાં નારીઓ જેવી કે સીતા, ઊર્મિલાના બલિદાન, ત્યાગ તપ દ્વારા નારીઓને સતત પ્રેરણા મળતી રહે, આપણા શાસ્ત્રનું પઠન, ચિંતન અભ્યાસ, ઉપભોગતા વાદ થી દુર રહેવું, સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે નો ભેદ ઓળખીને આપણી જવાબદારી નિભાવતા રહીએ, સ્ત્રીઓ પોતાના માટે ગૌરવ લેતી થાય, નારીવાદ એ પશ્ર્ચિમી વિચારધારા છે તેની જાળ માં ના ફંસાઈએ, સમાજ જીવનમાં નાના નાના સેવાકાર્યો કરી શકાય તેના અનેક ઉદાહરણો, રાણી અહલ્યાબાઈ, હાડી રાણીના જીવન દ્રષ્ટાંતો, સોશ્યલ મીડિયાને સમજી ને ઉપયોગ કરવા તથા ભારતીય પરંપરાઓ ને જીવન માં ઉતારવા અને તે મુજબ જીવવા આહવાન કરતું ઉત્સાહ વધારતું પ્રેરક વ્યકતવ્ય આપ્યું હતું.

આ બાદ સૌ સાથે સમૂહ ભોજન લઇ કાર્યક્રમ ના વિષયો વાગોળ્યા હતા. કાર્યક્રમ માં ગૌ આધારિત વસ્તુઓ તથા રાષ્ટ્રીય, સામાજિક તથા સ્ત્રીઓ ને લગતા વિષયો માટે ના ઉતમ સાહિત્ય ના પુસ્તકો પણ વેચાણ માટે રાખેલ હતા જેનો લાભ અનેક બહેનોએ લીધેલ હતો તેમ મહિલા સંમેલન જામનગર જિલ્લા સંયોજીકા ડો. પ્રતિક્ષાબેન ભટ્ટને યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular