જામનગર શહેરમાં ડેન્ટલ હોસ્પિટલ પાછળ આવેલા આશિષ સોસાયટીમાં રાધેશ્યામ એપાર્ટમેન્ટમાં પહેલે માળે રહેતાં ઈશ્ર્વર હીરજીભાઈ જોગનપુત્રા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.2000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ચાર બોટલ અને રૂા.1800 ની કિંમતની 12 બીયર સહિત રૂા.3800 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે ઈશ્ર્વરની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ આરંભી હતી.