Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા રાત્રિ સફાઈ કામગીરીનું નિરીક્ષણ

Video : ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા રાત્રિ સફાઈ કામગીરીનું નિરીક્ષણ

મેયર,સ્ટે. ચેરમેન અને દંડક ઓટોરીક્ષામાં નિરીક્ષણ માટે નિકળ્યા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રાત્રિ સફાઈ અભિયાન હાથ ધરાયું છે. અલગ-અલગ વિસ્તારમાં અંદાજિત 70 થી વધુ સફાઈ કામદારો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે રાત્રિના સમયે જામનગર શહેરમાં ચાલતા રાત્રિ સફાઈ અભિયાનમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

- Advertisement -

 ધારાસભ્ય દિવ્યેશ અકબરની સાથે જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા વગેરે પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. જામનગરના નવનિયુકત મેયર, ચેરમેન અને દંડક દ્વારા શહેરમાં રાત્રિ સફાઈ કામગીરીમાં ખૂબ જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દરરોજ રાત્રિ સફાઇનું નિરીક્ષણ કરાઈ રહ્યું છે અને જામનગર શહેર સુંદર અને સ્વચ્છ બને તે માટે પ્રયાસો કરાઈ રહ્યા છે. ગઈકાલે રાત્રિના સમયે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલતી રાત્રિ સફાઈ અભિયાનનું મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઈ નાખવા દ્વારા ઓટોરીક્ષામાં બેસીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જામનગરના નવનિયુકત પદાધિકારીઓના આ અભિગમ અને અનોખા અંદાજની શહેરીજનો દ્વારા પણ પ્રશંસા થઈ રહી છે અને નવનિયુકત પદાધિકારીઓની કામગીરી શહેરીજનો વખાણી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular