જામનગર મહાનગરપાલિકા દ્વારા સફાઇ અભિયાન અંતર્ગત આવનારા દિવસોમાં નવરાત્રિ દિવાળી જેવા તહેવારો આવતા જાહેર માર્ગો પર રાત્રિ સફાઇ અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત રાત્રિ પાળીમાં સફાઇ કર્મીઓ શહેરના માર્ગો પર સફાઇ ચાલુ કરી છે જેમાં હાપા જલારામ મંદિર દ્વારા સફાઇ કર્મીઓને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સ્વચ્છતા અભિયાનનું ચાર ઝોનનું કામ શરૂ કરાયેલું છે. જેમાં ગઇકાલે વોર્ડ નં. 5માં લીમડાલાઇનથી આ કામ શરૂ કરાયું હતું. આ તકે હાપા જલારામ સેવા ટ્રસ્ટ અને પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર દ્વારા આ સફાઇ કર્મીઓની કામગીરીને સહકાર આપવા માટે જલારામ બાપ્પાનો રોટલો છે. પુરા જગમાં પ્રખ્યાત છે. તેના દ્વારા આ સફાઇ કર્મીઓને રાત્રે નાસ્તામાં થેપલા અને સુકીભાજીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ તકે મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, સ્ટે કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઇ જોશી, દંડક કેતનભાઇ નાખવા તેમજ વોર્ડના કોર્પોરેટરો અને હાપા જલારામ ટ્રસ્ટના હોદેદારો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.