Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરખંભાળિયા તા.પં.ના હોદ્દેદાર સંદર્ભેના વિવાદાસ્પદ નિવેદન અંગે પંચાયતના પૂર્વ પ્રમુખને સો કોઝ...

ખંભાળિયા તા.પં.ના હોદ્દેદાર સંદર્ભેના વિવાદાસ્પદ નિવેદન અંગે પંચાયતના પૂર્વ પ્રમુખને સો કોઝ નોટીસ

ત્રણ દિવસમાં જવાબ રજૂ કરવા લેખિત આદેશ

- Advertisement -

ખંભાળિયા તાલુકા પંચાયતમાં તાજેતરમાં યોજાઇ ગયેલી નવા પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે રૂપિયા 95 લાખ જેટલી રકમ વાપરવામાં આવી હોવા અંગેનું સ્ફોટક નિવેદન ખંભાળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખના પતિ બહાદુરસિંહ વાઢેર દ્વારા સોશિયલ મીડિયામાં વહેતું થયું હતું. આ વિડીયો વાયરલ થયા બાદ બહાદુરસિંહ વાઢેર દ્વારા પોતાનું આ કથન ભૂલ ભરેલું હોવા અંગેની સ્પષ્ટતા કરતો વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણના સ્થાનિક રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આટલું જ નહીં, ખંભાળિયા તાલુકા પંચાયતના ભાજપના સદસ્યો દ્વારા પણ આ અંગે કડક હાથે કાર્યવાહી કરવા ઉચ્ચ કક્ષાએ સંયુક્ત સહીઓ સાથે લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આકરું વલણ અખત્યાર કરીને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સિનિયર કાર્યકર બહાદુરસિંહ વાઢેરને એક પત્ર પાઠવી, દેવળીયા ગામે તેમના દ્વારા જાહેર મિટિંગમાં તાલુકા પંચાયતના ભાજપના ચૂંટાયેલા સભ્યો અને જિલ્લાના કાર્યકર્તાઓની લાગણીને ઠેસ પહોંચે તેવું અને પાર્ટીનું શિષ્ટ ભંગ થાય તે પ્રકારનું વિવાદિત નિવેદન કરવા સબબ તેમની સાથે સિસ્ત ભંગના પગલાં શા માટે ન ભરવા જોઈએ તે અંગે કારણદર્શક નોટિસ પાઠવી ત્રણ દિવસમાં યોગ્ય જવાબ રજૂ કરવા જણાવ્યું છે. આ બાબતે વધુ એક વખત સ્થાનિક રાજકારણમાં ગરમાવો પ્રસરાવી દીધો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular