Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયવર્લ્ડ કપ દરમિયાન હુમલાની ખાલિસ્તાની ધમકી

વર્લ્ડ કપ દરમિયાન હુમલાની ખાલિસ્તાની ધમકી

ત્રાસવાદી પન્નુએ વિડિયો જારી કરી ધમકી આપી : દિલ્હીના ફલાઇઓવરની દિવાલો ઉપર ખાલિસ્તાની સમર્થક અને ભારત વિરોધી નારા લખ્યા

- Advertisement -

ખાલિસ્તાની આતંકવાદી ગુરૂવંત સિંહ પન્નુએ હવે ભારતમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપને લઈને ધમકી આપી છે. પન્નુએ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓકટોબરે યોજાનારા ICC ક્રિકેટ વર્લ્ડ કપને લઈને ધમકી આપી છે. કેનેડામાં બેઠેલા આતંકવાદીએ ધમકી આપી કે 5 ઓકટોબરે વર્લ્ડ ક્રિકેટ કપ નહીં થાય, આ વર્લ્ડ ટેરર કપની શરૂઆત થશે. તેની ધમકી સંબંધિત એક ઓડિયો ટેપ વાયરલ થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જોકે ટેપની સત્યતાની પુષ્ટિ થઈ નથી. કહેવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે તેમની પાસે ઇન્ટરનેશનલ નંબરથી એક કોલ આવ્યો છે. જેમાં પન્નુનો રેકોર્ડેડ અવાજ છે પણ પુષ્ટી થઇ શકી નથી. હાલમાં જ ગુરપતવંત સિંહ પન્નુનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ફલાયઓવરની દિવાલો પર ખાલિસ્તાની તરફી અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. વીડિયો જાહેર કરીને ખાલિસ્તાની આતંકવાદીએ દાવો કર્યો છે કે આ બધું ભારતની સંસદની નજીક થયું છે. પન્નુએ દાવો કર્યો હતો કે દિલ્હીના ISBT વિસ્તારની નજીકની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. પન્નુએ વીડિયો જાહેર કર્યા બાદ હંગામો થયો હતો. દિલ્હીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એવું માનવામાં આવે છે કે પન્નુએ ભારત વિરોધી નારા લગાવીને ઉત્તર પૂર્વ દિલ્હીને ઉત્તર દિલ્હી સાથે જોડતા ફલાયઓવરમાં તોડફોડ કરી હતી. અધિકારીએ કહ્યું કે અમે આ મામલે એફઆઈઆર નોંધી છે અને સંપૂર્ણ તપાસ કરીશું. પન્નુનો વીડિયો સામે આવ્યા બાદ દિલ્હી પોલીસની અનેક ટીમોએ સંસદ ભવન પાસેના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ કંઈ મળ્યું ન હતું. વીડિયોની તપાસ કર્યા પછી, આ ખાલિસ્તાન તરફી નારાઓ ઉતર દિલ્હીમાં દિવાલો પર લખેલા તરીકે ઓળખવામાં આવ્યા હતા.

- Advertisement -

ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુનો વધુ એક વિડિયો સામે આવ્યો છે. જેમાં ફલાયઓવરની દિવાલો દેખાઈ રહી છે અને આ દિવાલો પર ખાલિસ્તાની તરફી અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે. વીડિયો જાહેર કરીને ખાલિસ્તાની આતંકવાદીએ દાવો કર્યો છે કે આ બધું ભારતની સંસદની નજીક થયું છે. પન્નુએ દાવો કર્યો છે કે દિલ્હીના ISBT વિસ્તારની નજીકની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે.
પન્નુએ વીડિયો જાહેર કર્યા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. ઉત્ત્મર દિલ્હીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એવું માનવામાં આવે છે કે પન્નુએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરીને ઉત્ત્મર પૂર્વ દિલ્હીને ઉત્ત્મર દિલ્હી સાથે જોડતા ફલાયઓવરમાં તોડફોડ કરી હતી. અધિકારીએ કહ્યું કે અમે આ મામલે એફઆઈઆર નોંધી રહ્યા છીએ અને સંપૂર્ણ તપાસ કરીશું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular