Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસગીરાના અપહરણ- દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની જેલ સજા

સગીરાના અપહરણ- દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની જેલ સજા

- Advertisement -

ખંભાળિયા તાલુકામાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રી ગત તારીખ 10-5-2021 ના રોજ રાત્રિના સમયે પોતાના ઘરે ન હોવા અંગેનું તેણીના પરિવારજનોને ધ્યાને આવ્યું હતું. જેથી સગીરાના પરિવારજનોએ તેણીની શોધખોળ આદરી હતી. પરંતુ તેણીનો પતો લાગ્યો ન હતો.

- Advertisement -

આ પૂર્વે ખંભાળિયા તાલુકાના સલાયા ગામનો ખાલીદ ઓસમણ ભગાડ નામનો શખ્સ તેણી સાથે વાતચીત કરતો હોય, જેથી તેણીના પરિવારજનોએ સગીરાને ઠપકો આપ્યો હતો. જે-તે વખતે આરોપીના માતાએ સગીરાના પરિવારનો સાથે તેણીનો સંબંધ કરવા જણાવ્યું હતું. પરંતુ તેણી સગીર વયની હોવાથી પરિવારજનોએ સંબંધ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

આ પછી આરોપી ખાલીદ ઓસમાણ ફરિયાદીની સગીર પુત્રીને લલચાવી, ફોસલાવીને બદકામ કરવાના ઈરાદાથી પરિવારજનોના વાલીપણામાંથી અપહરણ કરીને ભગાડી ગયો હોવાનું સલાયા પોલીસ મથકમાં જાહેર કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી દ્વારા આરોપીની શોધખોળ કરી, મેડિકલ તપાસણીમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી આ પ્રકરણમાં અપહરણ તથા પોક્સો એક્ટ પછી દુષ્કર્મની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.

આ પ્રકરણમાં એફએસએલના રિપોર્ટ બાદ અહીંની અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કેસ ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલી જતા સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી, ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો અદાલતે આરોપી ખાલીદ ઓસમાણ ભગાડને વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 17,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ સાથે ભોગ બનનારને ગુજરાત વ્યક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ. ત્રણ લાખ ચૂકવવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular