Friday, October 18, 2024
Homeરાજ્યહાલારમાનતા ઉતારવા જઈ રહેલા બે પિતરાઇ ભાઈઓના અજ્ઞાત વાહનના હડફેટે મોત

માનતા ઉતારવા જઈ રહેલા બે પિતરાઇ ભાઈઓના અજ્ઞાત વાહનના હડફેટે મોત

મેઘપર ગામ નજીકની ઘટના : બંનેના મૃતદેહ બાવળની ઝાડીમાંથી મળી આવ્યા : પોલીસે અજ્ઞાત વાહનચાલક સામે નોંધ્યો ગુનો

- Advertisement -

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાનાલુસ અને પડાણા વચ્ચેના માર્ગ પર પદયાત્રા કરીને જઈ રહેલા બે પિતરાઈ ભાઈઓને કોઈ અજ્ઞાાત વાહનના ચાલકે કચડી નાખતાં બંનેના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજયા છે. અને પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ છે. જે અકસ્માત મામલે મેઘપર પોલીસ વધુ તપાસ ચલાવે છે.

- Advertisement -

આ ગોજારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે, કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામના વતની દેવેન્દ્રસિંહ ગલતુભા જાડેજા (ઉ.વ.28) તેમજ તેનો પિતરાઈ ભાઈ નરવીનસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.વ.30) ઉર્ફે નીતિન કે જેઓ બંને ચેલા ગામે ઓફિસે ગયા હતાં અને ત્યાંથી બંને પગપાળા ચાલીને મામા દેવના મંદિરે જવાની માનતા રાખી હોવાથી તેઓ રાત્રિના સમયે પદયાત્રા કરીને નીકળ્યા હતાં.

દરમિયાન પડાણા અને કાનાલુસ ગામ વચ્ચેના માર્ગ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે બંને પદયાત્રીઓને ઠોકર મારી કચડી નાખતાં બંનેના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજયા હતાં. તેઓનો મોબાઈલ ફોનનો રિપ્લાય થતો હતો જેથી પરિવારના સભ્યો તેઓને શોધવા માટે નીકળ્યા હતાં. દરમિયાન કોઈ રાહદારીની નજર પડતા બંને પિતરાઈ ભાઈઓ બાવળની ઝાડીમાં મૃત હાલતમાં મળી આવ્યા હતાં.

- Advertisement -

108ની ટીમ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી. અને બંને પિતરાઈ ભાઈઓના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયા હોવાની જાહેરાત કરી હતી. જેથી પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ બનાવ અંગે ધર્મેન્દ્રસિંહ ગલતુભા જાડેજાએ પોલીસને જાણ કરતા મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને બંને મૃતદેહોનો કબ્જો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. અને ત્યારબાદ બન્ને મૃતદેહો પરિવારજનોેને સોંપી દેવાયા હતાં. જે બંને મૃતકોને તેઓના વતનમાં અંતિમ વિધિ માટે લઈ જવાયા હતા ત્યારે ભારે ગમગીની છવાઈ હતી. મેઘપર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી અજ્ઞાાત વાહન ચાલકની શોધ ખોળ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular