જામનગર-દેવભૂમિ દ્વારકા જીલ્લાના સાંસદ પૂનમબેન માડમ તેમના વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે લોકોને કોઈને કોઈ રીતે સહાયરૂપ થઈ સેવાકીય કાર્યો અવીરત પણે કરતા આવ્યા છે. ગત વર્ષે બે દિવસ માટે જામનગર ખાતે નિ:શૂલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયેલ હતો તે જ રીતે ચાલુ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 73માં જન્મદિવસ નિમીતે સેવા પખવાડીયા અંતર્ગત આવતીકાલે શનિવારના રોજ હરીયા કોલેજ, ગોકુલનગર, જામનગર ખાતે સમય સવારના 9 થી સાંજે : 6 કલાક સુધી સ્વ.હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશન પ્રાયોજીત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયેલ છે. જામનગર- દેવભૂમિ દ્વારકા જીલ્લાના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ દ્વારા આયોજીત આ સર્વરોગ નિદાન કેમ્પમાં નામાંકિત નિષ્ણાંત ડોકટરઓ દ્વારા રોગનું નિદાન કરી જરૂરી દવાઓ નિ:શૂલ્ક પુરી પાડવામાં આવશે. આ કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોને લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવેલ છે.


