Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર પોલીસવડાના ઘર નજીક નિવૃત્ત વૃદ્ધને માર મારી લૂંટ

જામનગર પોલીસવડાના ઘર નજીક નિવૃત્ત વૃદ્ધને માર મારી લૂંટ

- Advertisement -

જામનગર શહેરમાં પોલીસ અધિક્ષકના ઘરથી થોડે દુર આવેલા પેટ્રોલ પંપ પાસે રાત્રિના સમયે એકટીવા પર પસાર થતા નિવૃત્ત વૃધ્ધને આંતરીને બાઈકસવાર બે લૂંટારુઓએ ઝાપટ મારી સોનાની વીંટી અને રોકડ રકમ સહિત રૂા.70,900ની માલમતાની લૂંટના બનાવથી શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

- Advertisement -

પોલીસ અધિક્ષકના ઘર રાત્રિના સમયે થયેલી લૂંટના બનાવની વિગત મુજબ, બુધવારે રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં શહેરના ચાંદીબજાર આવેલા ડેલી ફળીમાં રહેતાં વસંતભાઇ જેન્તીલાલ વોરા (ઉ.વ.77) નામના નિવૃત્ત તેના એકટીવા પર ઘરે જતાં હતાં તે દરમિયાન અંબર ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપ પહેલાં સીટી આર્કેટ કોમ્પલેક્ષના રોડ નજીક પહોંચ્યા ત્યારે પાછળથી બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ વૃદ્ધના એકટીવા આગળ બાઇક ઉભી રાખી જેમ ફાવે તેમ અપશબ્દો બોલી વૃદ્ધનો હાથ પકડી રાખી ઝાપટ મારી હતી. ત્યારબાદ વૃદ્ધના હાથની આંગળીમાં પહેરેલી રૂા.70 હજારની કિંમતની સોનાની વીંટી ખેંચી લઇ પાછળ બેસેલા શખ્સે વૃદ્ધનો કાઠલો પકડી શર્ટના ખીસ્સામાં રહેલી રૂા.900 ની રોકડ રકમ મળી કુલ રૂા.70,900 ની માલમતાની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતાં.

શહેરના મુખ્ય રોડ અને પોલીસ અધિક્ષકના ઘરથી તદન નજીકમાં રાત્રિના સમયે વૃદ્ધ ઉપર હુમલો કરી લૂંટના બનાવથી ભયભીત અને હતપ્રત થયેલા નિવૃત્ત વૃદ્ધ દ્વારા બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઇ એચ બી વડાવીયા તથા સ્ટાફે બે અજાણ્યા બાઈક સવાર વિરૂધ્ધ હુમલો કરી લૂંટનો ગુનો નોંધી લૂંટારુઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular