Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર તાલુકાના દરેડ ગામમાંથી શ્રમિકોના બે તરૂણોનું અપહરણ

જામનગર તાલુકાના દરેડ ગામમાંથી શ્રમિકોના બે તરૂણોનું અપહરણ

જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરતા યુવાનના તરૂણ પુત્ર સહિતના બે તરૂણોનું અજાણ્યા શખ્સો અપહરણ કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ઉત્તરપ્રદેશના વતની અને હાલ જામનગર તાલુકાના દરેડ જીઆઈસીડીસી ફેસ 2 મા પ્લોટ નંબર 741 માં આવેલા ગણેશ બ્રાસમાં મજૂરી કામ કરતા સુનિલરામ અવધ ભારદ્વાજ નામના યુવાનનો પુત્ર સુરજ (ઉ.વ.16) અને મનોજ રામઈશ્ર્વર મોચીના પુત્ર ઉજ્જવલ (ઉ.વ.13)નામના બંને તરૂણોનું ગત મંગળવારે સાંજના સમયે અજાણ્યા શખ્સો અપહરણ કરી લઇ ગયા હતાં. બંને તરૂણોના અપરણ થયાની જાણ સુનિલભાઈ દ્વારા કરવામાં આવતા પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular