જામનગર શહેરના જાણીતા ઉદ્યોગપતિ કોટક પરિવારના આંગણે ગઇકાલે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિબાપાએ પધરામણી કરી હતી.
કોટક પરિવારના કેતનભાઇ કોટકના નિવાસસ્થાને બપ્પાનું આગમન થતાં ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિધિવિધાનપૂર્વક વિઘ્નહર્તા દેવ ગણપતિબાપાની સ્થાપના કરવામાં આવી હતી. પરિવારના કનુભાઇ કોટક, કેતનભાઇ ઉપરાંત વિપુલભાઇ કોટક, હેમતલભાઇ કોટક સહિતના પરિજનોએ ગણપતિબપ્પાની આરતી સાથે પૂજાવિધિ કરી હતી. તેમજ બપ્પાને મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. કોટક પરિવારને આંગણે પધારેલા બપ્પાના દર્શન માટે શહેરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મેયર અમીબેન પરીખ, અગ્રણી બિલ્ડર મેરામણભાઈ પરમાર, શહેર ભાજપા મહામંત્રી મેરામણ ભાટુ, પ્રકાશ બાંભણિયા, પૂર્વ શહેર ભાજપા અધ્યક્ષ અશોકભાઈ નંદા, કલાતીત હોટલના વિરલભાઈ ધ્રુવ, હેમલભાઈ વસંત, પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ કિરીટભાઈ મહેતા, પૂર્વ કોર્પોરેટર કમલેશભાઈ સોઢા, એસ્સારના જયેશભાઈ થાનકી, પ્રફુલ્લભાઈ ટંકારીયા, પી.ડી. રાયજાદા, દક્ષ નરેન્દ્રભાઈ ત્રિવેદી, જીતુભાઈ લાલ, એડવોકેટ વસંતભાઈ ગોરી, જયેશભાઈ કટારીયા, જગતભાઈ રાવલ, દર્શન ઠક્કર ઉપરાંત ખબર ગુજરાતની ટીમ પહોંચી હતી. દર્શનાર્થીઓને કોટક પરિવાર તરફથી બપ્પાનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.