Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે સાંસદ પુનમબેન દ્વારા મેગા નિદાન કેમ્પનું આયોજન

વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે સાંસદ પુનમબેન દ્વારા મેગા નિદાન કેમ્પનું આયોજન

- Advertisement -

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અનુસંધાને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ દ્વારા આગામી તા.23 ના શનિવારે હરિયા કોલેજ ખાતે નિ:શુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં જાહેર જનતાએ લાભ લેવા સાંસદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 73 મા જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના અનુસંધાને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આયોજિત તથા સ્વ. હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશન પ્રાયોજિત નિ:શુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ દ્વારા આ સેવા મહાયજ્ઞ આગામી તા.23 સપ્ટેમ્બરના શનિવારે ગોકુલનગર જકાતનાકા પાસે આવેલ હરિયા કોલેજ ખાતે સવારે 9 થી સાંજના 6 સુધી યોજવામાં આવશે. આ સર્વરોગ નિદાન કેમ્પમાં નામાંકિત નિષ્ણાંત ડોકટરો દ્વારા રોગનું નિદાન કર્યા બાદ દવાઓ પણ નિ:શુલ્ક આપવામાં આવશે. હાલારના સાંસદ પૂનમબેન માડમે આ નિ:શુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લેવા અનુરોધ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular